કોડીનાર ખાંડ ફેક્ટરીને ચાલુ કરવા સરકાર ઘટતું કરે તેવી સભાસદોની માગણી

કોડીનાર, તા.૨૮
કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ભારે સંઘર્ષ વચ્ચે ડચકા ખાતા ખાતા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ત્યારે આજે મળેલી સાધારણ સભામાં સંસ્થાનું અસ્તિત્વ આગામી સમયમાં કામ ટકાવી રાખવું તેની સવિસ્તાર ચર્ચાઓ સભાસદો અને મેનેજમેન્ટે ખુલ્લા દિલે કરી આ સૌરાષ્ટ્રની શાન એવી કોડીનાર ખાંડ ફેક્ટરી દિવસેને દિવસે બેંકોના વ્યાજના ભારણ હેઠળ દબાતી જાય છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક આ ખેડૂતોની સહકારી સંસ્થાને બચાવવા કોઈ નીતિ ઘડી પેકેજ જાહેર કરે તો જ સંસ્થા બચી શકે તેવી ખેડૂત સભાસદો દ્વારા માગણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન પ્રતાપસિંહ એસ.ડોડિયાએ જણાવ્યું હતું કે, સંસ્થાને હાલ સ્થિતિમાં ટકાવી રાખવી ઘણી મુશ્કેલ છે અને પીલાણ સિઝન શરૂ કરવી જોખમકારક છે. આ ખાંડ ફેક્ટરી સને ૧૯૯૯થી સતત સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે. સરકાર સાથે લાંબા ગાળાની લોન અથવા જીએસસી બેંકનું બાકી લેણું લાંબાગાળાના સળંગ હપ્તે કરવા જેવી બાબતે માગણી મૂકેલી છે. સાથે એનસીડીસી ન્યુ દિલ્હીને રાજ્ય સરકાર જો ભલામણ કરે તો ૧૦ કરોડ જેવી વર્કિંગ કેપિટલ મળે તેમ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks