કોડિનાર પંથકમાં ૧૧ દિવસમાં ૬ર ઈંચ વરસાદ બાદ મેઘવિરામ

(સંવાદદાતા દ્વારા)
કોડીનાર,તા.૧૯
કોડીનાર પાસે આવેલ ગીરગઢડા તાલુકાના હરમડિયા અને એભલવડ ગામેથી પસાર થતી અને ગીરમાંથી આવતી સાંગાવાડી નદીએ તો જાણે તેના પ્રભાવિત એભલવડ, હરમડિયા, વિઠલપુર, શેઢાયા, જમલવાડા સહિતના ૧૦ જેટલા ગામોમાં તરાજી સર્જી દિધી છે. આજે જ્યારે વરસાદે વિરામ લેતા તાલુકાના ગામોનો પ્રવાસ કરતા પાણી ધીમે ધીમે ઓસરવાની સાથે હજુ ઘણા ગામોના લોકોની ઘરવખરીને ભારે માત્રામાં નુકસાન થયું છે. હરમડિયા ગામે નિચાણવાળા વિસ્તારોમાં એટલા પાણી ભરાયા કે છેલ્લા ૧૦ દિવસથી જૈન અપરામાં રસોઈ બનાવી આ લોકોને સેવાભાવિ લોકો ટિફિનો પહોંચાડી રહ્યા છે. જ્યારે વધુમાં તો આ નદી કાંઠે આવેલ મોટાભાગની જમીનોનું ધોવાણ કરયું વધુ તો હદ ત્યારે થઈ કે, એભલવડ ગામ છેલ્લા ૧૦ દિવસથી સંપર્ક વિહોણું છે. આજે અમારી ટીમે ત્યાં પહોંચી તપાસ કરતા જે હકીકત જાણવા મળી તે રૂંવાટા ઊભા થઈ જાય તેવી છે. એભલવડ ગામને જોડતો એક માત્ર પુલ છેલ્લા ૧૦ દિવસના સાંગાવાડિ નદીના ભારે પ્રવાહને કારણે બંધ હતો. તેમજ પુલથી ઉંચે બનેલ રેલવે ટ્રેક પર પણ પાણી ૩ દિવસ સુધી હતું. આજે ૧૦ દિવસ બાદ સવારે પાણી ઉતરતા ગામમાં પ દિવસથી ફસાયેલી એસ.ટી. બસ મહા મુસીબતે થોડા પાણીમાંથી બહાર કાઢી પણ બપોરે ફરી ગીરમાં વરસાદ પડતા આ એભલવડના પુલ પર ધસમસતો પ્રવાહ વહેવા લાગતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ગામલોકોને જો કોઈ અગત્યનું કામ હોય જેવું કે ખાદ્ય સામગ્રી લાવવી દવાખાને જવું કે કોઈ ઈમરજન્સીના સમયે પુલ બાજુમાંથી ૪૦ ફૂટ ઉંચા રેલવે ટ્રેક પરથી પોતાના જીવનના જોખમે પસાર થવું પડે છે. હદ તો ત્યારે થઈ કે ૧૦ દિવસ દરમ્યાન તંત્રએ આ ગામની મુલાકાત પણ નથી લીધી ગામલોકો પોતાની રીતે આ મેઘ મુશીબતનો સામનો કરી રહ્યા છે.
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે જો અહીં ઉંચો પુલ બની જાય તો ૩થી ૪ હજારની વસ્તી વાળુ આ ગામ રાહતનો શ્વાસ લઈ શકે અને પોતાનું જીવન ભય વગર જીવી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks