કોડીનારમાં ર૪ કલાકમાં ૯ ઈંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

કોડીનાર,તા.૧૦
કોડીનાર શહેર તાલુકાભરમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલ ઝરમર વરસાદે રાત્રીના ધમાકેદાર બેટીંગ શરૂ કરતાં આજે સાંજે ૬ વાગ્યા સુધી છેલ્લા ર૪ કલાકમાં સવા નવ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ મોસમનો કુલ વરસાદ ર૯પ મીમી ૧ર ઈંચ જેટલો નોંધાયો છે. લાંબા સમયબાદ મનમૂકીને વરસેલા વાવણીલાયક વરસાદથી ખેડૂત પુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. તેમજ ભારે વરસાદના કારણે શહેરોના અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયાના અહેવાલો સાપડી રહ્યા છે. જ્યારે કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન શિંગોડા ડેમ સાઈડમાં પણ છેલ્લા ર૪ કલાક દરમિયાન સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મોસમનો કુલ વરસાદ ૧૮૩ મીમી નોંધાયો છે. કોડીનારના દડમડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ભારે માત્રામાં પાણી ભરાયા છે. આ ઉપરાંત કોડીનારના અને શિંગોડા ડેમના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૩થી ૭ ઈંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks