કોડીનારમાં ધીમીધારે ૩ ઈંચ વરસાદ : છ કલાક લાઈટ ડૂલ

કોડીનાર,તા.૩
કોડીનાર શહેર તાલુકાભરમાં ગઈકાલે મોડી સાંજે વાતાવરણ પલટાતા ધીમીધારે વરસાદનું આગમન થતાં આજ સાંજ સુધીમાં ધીમીધારે ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનાર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂત પુત્રો અને લોકો ઝૂમી ઉઠ્યા છે. લોકો પહેલાં વરસાદની મોજ માણતા નજરે પડ્યા હતા. વરસાદનાં આગમાન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
કોડીનારમાં વરસાદનાં આગમાન સાથે વીજ ધાંધિયા શરૂ થયા છે. શહેરમાં આજે પહેલાં વરસાદમાં જ લાઈટ પુરવઠો સતત ૬ કલાક સુધી ખોરવાતા વીજ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી છે આખુ વર્ષ દર શનિવારે મેઈન્ટેનન્સના બહાને કલાકનાં વીજકાપ ઝીંકવા છતાં ધીમી ધારનાં વરસાદે પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીમાં ધજિયા સામે લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks