કોડિનારના પૂરગ્રસ્ત લેરકા ગામમાં મુસ્લિમો દ્વારા ફૂડ પેકેટોનું વિતરણ

(સંવાદદાતા દ્વારા) કોડિનાર,તા.૧૯
કોડિનારના છેવાડાના લેરકા ગામે મુસ્લિમ યુવાનોએ કોમીએકતા વચ્ચે ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતું. કોડીનાર ઉનાના છેવાડાના વરસાદી પાણી અને પૂરના અસરગ્રસ્ત ગામ લેરકા ખાતે કોડીનારના ઉનાઝાપાના મુસ્લિમ યુવાનો ફીરોઝભાઈ જમાદાર, તન્વીર જુણેજા, સમીર ખાન, ઈરફાન શેખ, હાફિઝ વાહીદ, અલ્તાફ મુગલ (પત્રકાર), સોહિલ શેખ, અયુબ જુનેજા, બાપુસા બાંનવા વગેરેએ અસરગ્રસ્તોને રૂબરૂ મળી પાંચ દિવસથી ભૂખ્યાં તરસ્યા લોકોને કોઈપણ જાતના ભેદભાવ વગર કોમી એકતા વચ્ચે લેરકા ગામમાં ઘર દીઠ ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતું. તેમની આ ટીમ તાલુકાના બીજા અસરગ્રસ્ત ગામોમાં પણ ફૂડ પેકેટનું વિતરણ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts