સુરતની સ્કૂલનાં એસીમાં શોર્ટસર્કિટથી આગ, કોઈ જાનહાનિ નહીં

સુરત, તા.૫
સુરતના વરાછા વિસ્તારમાં કિડ્‌સ સ્કૂલ આવેલી છે. સ્કૂલમાં આચાર્ય તેમજ સ્ટાફરૂમમાં એસીની ઓફિસમાં એસી લગાવવામાં આવ્યાં છે. એસીમાં અચાનક કોઈ કારણસર શોર્ટસર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
આગના કારણે સ્કુલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને સ્ટાફ દ્વારા સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ સુરતના ફાયર ફાયટરને કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ફાયર ફાયટરોએ સ્કૂલ પર ધસી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાના કારણે સ્કૂલમાં રાખેલ રાચરતીલુ તેમજ સ્કૂલનો શૈક્ષણિક સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts