કોઈને પણ અન્યાય કરવાનો સરકારનો ઈરાદો હોતો નથી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદ, તા.રપ
ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અમદાવાદના નિકોલ ખાતે અધ્યાપકો-શિક્ષકો સાથેના સંવાદમાં એક ખંડ સમયના મહિલા અધ્યાપક રંજનાબેન અવસ્થી પોતાની વ્યથા જણાવી રડતાં રડતાં ભેટી પડ્યા હતા. મહિલા અધ્યાપકના જણાવ્યા મુજબ છેલ્લા રર વર્ષથી તેઓએ ખૂબ જ દયનીય સ્થિતિ જોઈ છે. રપ૦૦થી વધીને પગાર માત્ર ૧ર હજાર થયો છે જ્યારે તેમને મેટરનીટી લીવ પણ નથી મળી આ બધુ સાંભળી રાહુલે તેમને સાંત્વના આપી હતી. આ બાબતે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે ગુજરાત ટુડે દ્વારા કરવામાં આવેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમે UGC અને સરકારના નિયમો પ્રમાણે ચાલીએ છીએ. પૂર્ણ સમયના અધ્યાપકોની પસંદગીમાં પણ અમે પ્રાથમિકતા તો ખંડ સમયના પ્રાધ્યાપકોને આપીએ છીએ. જેમાં કોલીફિકેશન અને મેરીટ આધારિત પસંદગી કરાય છે જે યુજીસી અને સરકારના નિયમો પ્રમાણે હોય છે. જેમાં રંજનાબેન અવસ્થીને પણ તક આપવામાં આવેલી, જ્યારે ખંડ સમયના પ્રાધ્યાપકને રથી ૩ તાસ જ ભણાવાનું હોય છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ખંડ સમયના પ્રાધ્યાપકો માટે ર૦૧૭ના ૯માં મહિનામાં ઉદાર નિર્ણય લીધો છે જેમાં ૧રર જગ્યાઓ ઉપર ખંડ સમયમાંથી પૂર્ણ સમયમાં પ્રાધ્યાપકોની પસંદગી કરી છે જેમાં રંજનાબેન અવસ્થી પણ ૯૯માં ક્રમે પસંદ થયેલ છે આચારસંહિતાના કારણે અમે પસંદગી હુકમો આપી શક્યા નથી જ્યારે આ પસંદગીની એમને જાણ પણ છે. જ્યારે રજાઓ બાબતે તો અમો UGC અને સરકારના નિયમને અનુસરીએ છીએ. કોઈને અન્યાય કરવાનો સરકાનો ઈરાદો હોતો નથી તેમ શિક્ષણમંત્રીએ આ સમગ્ર વાતનો ખુલાસો આપતાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks