નવી દિલ્હી,તા.૪
દ્ગ્ઁઝ્રના ૪૨૦૦ મેગાવોટ ક્ષમતા વાળા પૂર્વ ભારતમાં આવેલ પ્લાન્ટને કોલસાનો સપ્લાય કરનાર માઇનમાં સ્ટોક લગભગ ખત્મ થઇ ગયો છે. આથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત આખા નોર્થ ઇન્ડિયામાં થનાર પાવર સપ્લાય પર તેની અસર પડશે. ભૂમિ-અધિગ્રહણ સાથે જોડાયેલા વિવાદોના લીધે આ માઇનના વિસ્તરણમાં મોડું થઇ રહ્યું છે. તેના લીધે આ વિસ્તારમાં સ્થિતિ બે અગત્યના પાવર પ્લાન્ટસના પ્રોડકશનમાં મોટો ઘટાડો આવ્યો છે. સાથો સાથ તેનો સ્ટોકસ પણ ખાલી થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક મેનેજમેન્ટના સંપર્કમાં છે.
એક મીડિયા રિપોર્ટસના મતે ઝારખંડના રાજમહેલ માઇન્સમાંથી કોલ ઇન્ડિયા સરેરાશ ૫૫૦૦૦ ટન કોલ સપ્લાય કરતું હતું. હવે તે ઘટીને ૪૦૦૦૦ ટન થઇ ગયો છે. વરસાદના દિવસોમાં તો તે ઘટીને ૨૦૦૦૦ ટન પર આવી જાય છે. તેના લીધે પાવર પ્લાન્ટસની પાસે જમા સ્ટોકસમાં ઘટાડો આવી રહ્યો છે.
એનટીપીસીના ફરક્કા થર્મલ પાવર પ્લાન્ટમાં સ્ટોકસ ઘટી ૪૦૦૦ ટન પર આવી ગયો છે, જે અંદાજે બે મહિના પહેલાં ૨.૫ લાખ ટન હતો. કહલગાંવ થર્મલ પાવર સ્ટેશનમાં પણ સ્ટોક્સ ઘટીને ૪૫૦૦૦ ટન પર આવી ગયો છે જે બે મહિના પહેલાં ૫ લાખ ટન હતો. આ બધાના લીધે એનટીપીસીને પોતાના ફરક્કા અને કહલગાંવ પાવર પ્લાન્ટસને જનરેશન લેવલને ઘટાડી ક્રમશઃ ૬૦ ટકા અને ૮૦ ટકા કરવા પર મજબૂર થવું પડે છે જે પહેલાં ૯૦ ટકા હતો. આ કેસ હવે કેન્દ્ર સરકારના સ્તર પર પહોંચી ચૂકયો છે અને મંત્રાલય સતત સ્થિતિ પર નજર રાખીને બેઠું છે.
કોલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવના મતે રાજમહેલ માઇન્સનો હાલનો ભંડાર લગભગ ખાલી થઇ ગયો છે અને પ્રોડક્શન લેવલને યથાવત રાખવા માટે માઇન્સના એક્સપેંશનની જરૂર છે. જો કે રાજમહેલ માઇન્સથી અડીને આવેલા બે ગામ બંસબીહા અને તાલઝારીમાં ભૂમિ અધિગ્રહણ એક લાંબી પ્રક્રિયામાં બદલાઇ ચૂકયું છે. ભૂમિ-અધિગ્રહણ માટે બે વર્ષ પહેલાં નોટિસ રજૂ કરાઇ હતી. જો કે એક લાંબી વાતચીત બાદ થોડાંક મહિનામાં જમીન છોડવા રાજી થઇ ગયા છે. અંદાજે ૧૬૦ હેકટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં વધુ વસતી નથી. તેમ છતાંય વિસ્તારની મોટાભાગની જમીન વિવાદોમાં ફસાયેલી છે કારણ કે એક જ પ્લોટ માટે અંદાજે ૪૦થી ૫૦ લોકો દાવો કરી રહ્યાં છે.