Gujarat

મુસ્લિમ યુવાનોએ જીવ જોખમમાં નાંખીને કરેણી ગામે પૂરમાં ફસાયેલા ૩પ જેટલા હિન્દુ પરિવારોને ભોજન પહોંચાડ્યું

કોડીનાર, તા.૨૧
કોડીનારમાં ઉનાઝાપાના મુસ્લિમ યુવાનોએ પૂરઅસરગ્રસ્ત કરેણી ગામે જાનની બાજી લગાવી નદીમાં ડૂબકી લગાવી નદીના સામા કાંઠે રહેતા ૩૫ જેટલા હિન્દુ પરિવારોને ગરમાગરમ રાંધેલું ભોજન પહોંચાડી કુદરતી આફતોના આ કપરા સમયમાં માનવધર્મ બજાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. આ અંગેની વિગત મુજબ ગીરગઢડાના કરેણી ગામે ભારે વરસાદ ખાબકતા અને ગામમાંથી પસાર થતી રૂપણ નદીના પાણી આખા ગામમાં ફરી વળતા કરેણી બેટમાં ફેરવાયું હતું. કરેણી ગામે નદીના સામા કાંઠે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયું હોય. સામા કાંઠે રહેતા ૩૫ જેટલા હિન્દુ પરિવારોના રપ૦ જેટલા વ્યક્તિઓની હાલત દયનીય બની હતી જ્યારે સામાકાંઠે જવાનો રસ્તો પણ નદીમાંથી પસાર થતો હોય નદીમાં ભારે પાણીના કારણે રસ્તો બંધ હોય આ પરિવારોના ઘરે ત્રણ-ત્રણ દિવસથી ચુલો સળગ્યો ન હતો. આ અંગેની જાણ થતાં કોડીનારના ઉનાઝાપાના મુસ્લિમોએ ભોજન રાંધી કરેણી ગામે જઈ મુસ્લિમ યુવકોએ જીવને જોખમમાં નાખીને નદીમાં ડૂબકી લગાવી નદીના બંને કાંઠે દોરડા બાંધી રાંધેલું ભોજન અને પીવાના પાણીના પાઉંચ નદીકાંઠાના ૩પ જેટલા હિંદુ પરિવારોના રપ૦ જેટલા વ્યક્તિઓને સતત ૩ દિવસ સુધી રાહત સામગ્રી પહોંચાડી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ઉનાઝાપાના મુસ્લિમ યુવકો ફિરોઝ જમાદાર, તનવીર જુણેજા, અલ્તાફ મુગલ, સમીરખાન, હાફિઝ વાહીદ, બાપુ શા બાનવા, ઈરફાન શેખ, ઈમરાન બેલીમ, મહેબૂબ બેલીમ, મૌલાના મુનિર શેખ, હાફિઝ તબરેજ, જાવીદભાઈ સિતારાખાન, લાલાભાઈ, તરવૈયા સિરાજ પાયક વગેરે યુવકોએ કોઈપણ સંસ્થાના ટેકા વગર સ્વખર્ચે સતત ૪ દિવસ સુધી પૂરઅસરગ્રસ્ત ગામડાઓમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ફૂડ કિટનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરી છે.

સરકારે માત્ર ઠાલા આશ્વાસનો જ આપ્યા છે : પૂરપીડિત નાનજી ભગવાનભાઈ

કરેણી ગામેે પૂરઅસરગ્રસ્ત નાનજી ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, સરકારી તંત્ર આવ્યું તો હતું પરંતુ માત્ર ઠાલા આશ્વાસનો આપી કોઈ સહાય આપી ન હોવાનું જણાવ્યું છે.

કોડીનારના મુસ્લિમ યુવાનો સાથે આજે જીન પ્લોટ વિસ્તારના હિન્દુ યુવાનો પણ જોડાયા

કોડીનાર ઉનાઝાપાના મુસ્લિમ યુવાનો દ્વારા ચાલી રહેલી રાહત કામગીરીમાં આજે શહેરના જીન પ્લોટ વિસ્તારના સિતારા ગ્રુપના હિન્દુ યુવાનો કામળિયા, પ્રકાશ કામળિયા, રાહુલ દમણિયા, મુના કામળિયા, રણુ બારડ, હર્ષદ ચુડાસમા વગેરે એ આજે ચોથા દિવસે મુસ્લિમ યુવાનોને સાથ, સહકાર આપી ખભેથી ખભા મિલાવી રાહત સામગ્રીમાં સહકાર આપતાં કોમી-ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.