
(સંવાદદાતા દ્વારા)
ગોધરા, તા. ૧પ
સતત એક માસ સુધી અલ્લાહની ઈબાદત કરી ભૂખ્યા રહી રોજારાખયા હોય તેના ફળ સ્વરૂપે ઈદના તેહવારની આજરોજ ગોધરા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના બિરાદરોએ ઇદુલફિત્ર ઈદની ઉજવણીનાં ભાગરૂપે નવા કપડા પહેરી ઈદની નમાઝ ઇદગાહમાં હજારોની મેદનીમાં અદા કરી હતી. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ગળે મળી તેમજ હાથ મિલાવી દિલથી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદની નમાઝ ઇદગાહ મેદાન તેમજ શહેરની અલગ-અલગ મસ્જિદોમાં અદા કરવામાં આવેલ. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ પ્રસંગે મુસ્લિમ વિસ્તારોમાં રોશની તેમજ ઈદ મુબારક પાઠવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. ઈદની નમાઝ અદા કર્યા બાદ લોકો કબ્રસ્તાનમાં જઈ મર્હુમ માટે દુઆ કરેલ તથા સેવ ખીર ખાઈ ઈદની ઉજવણી કરી હતી. ઇદગાહ મેદાન ખાતે ડી.વાય એસ.પી આર.આઈ દેસાઈ તેમજ બી.ડીવીઝન પી.આઈ. સહિતનાં સ્ટાફ દ્વારા મુસ્લિમ સમાજ નાઅગ્રણીઓ તેમજ ધર્મગુરુઓ તેમજ નમાજીભાઈઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઈદના પવિત્ર તેહવારની શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ઈદનાં તેહવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા તેમજ પુષ્પગુછ અર્પણ કરવા બદલ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા બદલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અસલમ દુરવેશ, ઇસહાક મામની, એહમદભાઈ રસુલભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા પોલીસ મહાનિરીક્ષક ઝા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર ચુડાસમા, ડી.વાય એસ.પી દેસાઈ તેમજ બી-ડિવિઝન પી.આઈ. સહિતનાં સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.