મોડાસામાં કોમી એકતા અને ભાઈચારા સાથે ઈફતારીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

મોડાસા,તા.૧૧
મોડાસા શહેરના સામાજિક, શૈક્ષણિક, રાજકીય આગેવાન ઈકબાલ હુસેન ઈપ્રોલિયા દ્વારા વ્યકિતગત ધોરણે તા.૧૦-૬-૧૮ રવિવારના રોજ ઈફતાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મખદુમ હાઈસ્કુલના હોલમાં ખીચોખીચ ભરેલું આ કાર્યક્રમમાં મોડાસા શહેર સાથે અરવલ્લી જિલ્લાના તથા સાબરકાંઠા જિલ્લાના વિવિધ ક્ષેત્રના હિન્દુ-મુસ્લિમ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુભાઈઓએ ઉપસ્થિત રહી કોમીએકતાનું પ્રદર્શન કરી ઈફતાર પાર્ટી બાદ દરેક મુસ્લિમભાઈને રમઝાન તથા ઈદની શુભેચ્છા પાઠવી ભારતની એકતા અને અખંડિતતા સાથે ભારતીય સંસ્કૃતિના અનોખા દર્શન કરાવ્યા હતા. અત્રે ખાસ બાબત એ હતી કે કોઈ એક વ્યકિત દ્વારા પ્રાયોજિત ઈફતાર કાર્યક્રમમાં ગુજરાત રાજયસભાના સાંસદ મધુસુદન મીસ્ત્રી સાથે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, હિંમતનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઈશાકભાઈ શેખ, મોડાસા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હુસેનભાઈ ખાલક તથા શહેરની તમામ શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. ઈફતાર કાર્યક્રમ પછી ઈકબાલ હુસેન ઈપ્રોલિયા સાથે તમામ લોકોએ અમન શાંતિ તથા ભાઈચારો મજબૂત બને, ભારતની એકતા તથા સંસ્કૃતિ મજબૂત કરી દુનિયામાં ભારતનું નામ રોશન થાય તેવી દુઆ કરવામાં આવી હતી. કોઈ એક વ્યકિત દ્વારા વ્યકિતગત ધોરણે મોડાસા શહેરમાં આ પ્રકારનો ઈફતાર કાર્યક્રમ જે સામાજિક સોહાર્દને મજબૂત કરે છે તે પ્રકારનો કાર્યક્રમ પહેલી વખત યોજાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts