(એજન્સી)
થીરૂવનંતપુરમ, તા.૭
કેરળના પૂર્વ ડીજીપી ટીપી સેનકુમારની કથિત કોમી ટિપ્પણીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમને વચગાળાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યાં હતા. કેરળ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં. પોલીસ દ્વારા તેમનું બયાન નોંધવામાં આવ્યાં બાદ તેમને છોડી મૂકવામાં આવ્યાં હતા.પોલીસ સૂત્રોએ કહ્યું કે પોલીસની સાયબર વિંગ દ્વારા ૨૯ જુલાઈના રોજ તેમની ધરપકડનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું પોલીસે ધારા ૧૫૩ હેઠળ બે સમુદાયો વચ્ચે કોમી વેરઝેર પેદા કરવાના આરોપસર તેમની સામે કેસ દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી. હાઈકોર્ટે પૂર્વ ડીજીપીની સામેની એફઆઈઆર રદ કરવાનો ઈન્કાર કર્યો છે સાથે એવું પણ અવલોકન કર્યું કે તેમની ન્યાયિક પૂછપરછ જરૂરી નથી. એક ઈન્ટરવ્યૂને સેનકુમારને એવું કહેતા ટાંકવામાં આવ્યાં હતા કે જ્યારે કોઈ મુસ્લિમને જેહાદના પાઠ ભણાવવામાં આવે છે અને જ્યારે તે કોઈ બીજા ધર્મના વ્યક્તિને મુસલમાન બનાવે છે અથવા તો બીજા ધર્મના વ્યક્તિની હત્યા કરે છે. આજે મુસ્લિમ સમુદાય દ્વારા જેહાદને જેવી રીતે સમજવામાં આવે છે તેવી રીતે સમજવાની જરૂર નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે મુસ્લિમોનો અમુક વર્ગ હજુ પણ લવ જેહાદનું પાલન કરી રહ્યો છે. જો પ્રેમ પર ધર્માંતરણ થાય તો આવી વસ્તુ તમામ ધર્મમાં થવી જોઈતી હતી પરંતુ આવું ધર્માંતરણ ફક્ત મુસ્લિમ ધર્મમાં થાય છે. તેમણે જન આંકડાંમાં થયેલા ફેરફારો વિશએ પણ વાત કરી. અને તેને કેરળમાં મુસ્લિમોની વધી રહેલી વસતીને સાથે જોડ્યું. તેમની ટિપ્પણીને કારણે મુસ્લિમ સમૂદાય રોષે ભરાયો હતો. મુસ્લિમ સંગઠનોએ તેમની વિરૂદ્ધ કેટલીક ફરિયાદજનક ટિપ્પણી પણ કરી હતી.