રક્ષાબંધન : કોમી તોફાનગ્રસ્ત બસીરહાટમાં હિન્દુ-મુસ્લિમોએ એકબીજાને રાખડી બાંધી

(એજન્સી) બસીરહાટ, તા. ૮
આ રક્ષાબંધનના પર્વમાં પશ્ચિમ બંગાળના કોમી તોફાનગ્રસ્ત બસીરહાટમાં હિન્દુ-મુસ્લિમોએ એકબીજાને રાખડી બાંધીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. લગભગ એક મહિના પહેલા બસીરહાટમાં બે કોમ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બંગલા સંસ્કૃતિ મંચ નામના કાર્યક્રમમાં લગભગ ૧૦૦ લોકો જેમાં વિવિધ ક્ષેત્રના ૨૦ બોદ્ધિકો, લેખકો, કલાકારો, શિક્ષકો અને પત્રકારો હાજર રહ્યા હતા તેમણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલતા બસીરહાટના બંગાળી લેખક પન્નાલાલ માલિચકે કહ્યું કે બંગાળની હાલની રાજકીય પરિસ્થિતિ રવિન્દ્રનાથ ટાગોરનો સમય પાછો લાવવા માટે જરૂરી બની ગઈ છે. તેથી તમામ ધર્મના લોકોએ એકબીજાના મંચ પર આવવું જોઈએ અને સમાજમાં કોમી એકતાનું એક ઉદાહરણ પૂરૂ પાડવું જોઈએ. બંગાળ ટાગોરની ભૂમિ છે. અહિં દુનિયાની મહાન હસ્તીઓ જન્મી હતી.અને વર્ષો સુધી શાંતિપૂર્ણ રીતે જીવી હતી. આ પ્રોગ્રામ દ્વારા અમે શાંતિ અને કોમી એકતાનો સંદેશો પાઠવવા માંગીએ છીએ. ઓલ ઈન્ડિયા પીપપ્લ ફોરમના નિર્મલ ઘોષે કહ્યું કે દેશના નાગરિકોને તેમના મૂળભૂત અધિકારો અને હકોથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. બંધારણ હેઠળના હકો આપવાનો ઈન્કાર કરવામા આવી રહ્યો છે. અસહિષ્ણુ લોકોના એક જૂથ દ્વારા બંધારણ હેઠળના હકોથી લોકોને વંચિત રાખવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી આ બંધ નહીં ત્યાં સુધી બંગાળની દશા સુધરવાની નથી અને સમગ્ર દેશમાં રાજકીય પરિસ્થિતિ વધારે ખરાબ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks