કોમવાદી અપરાધો આરોપી માટે મતો ખેંચી લાવ્યા : હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ચૂંટણીમાં જે ઉમેદવાર વિરૂદ્ધ કોમી હિંસાના ગુના દાખલ હોય છે તેઓ જે ઉમેદવાર પર આવા આક્ષેપો નથી તેમના કરતા વધુ વખત જીત મેળવે છે. નિર્દોષ ઉમેદવારો કરતાં બિન-કોમી ગુના દાખલ હોય તેવા ઉમેદવારો પણ વધુ વખત ચૂંટણી જીતે છે. પરંતુ કોમી ગુના ધરાવતા ઉમેદવારોના જીતવાની સૌથી વધુ સંભાવના હોય છે. આ પરિણામો છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી લડેલા પ૦,૦૦૦થી વધુ ઉમેદવારોના સર્વેક્ષણ પરથી તારવવામાં આવ્યા છે. જે ઉમેદવારો વિરૂદ્ધ કોઈપણ પ્રકારના આરોપ નથી તેવા ૪૧,૪૮૮ ઉમેદવારોમાંથી માત્ર ર,પપ૦ ઉમેદવારો ચૂંટણીમાં સફળ રહ્યા જે ૬% છે તેની સરખામણી બિન-કોમી આરોપો ધરાવતા ૮,૬૪૯ ઉમેદવારોમાંથી ૧,ર૦૧ ઉમેદવારો સફળ થયા હતા જે ૧૪% છે. જ્યારે કોમી આરોપો ધરાવતા ૧૮૭ ઉમેદવારોમાંથી ર૮% ઉમેદવારો એટલે કે પ૩ ઉમેદવારોએ સફળતા મેળવી છે. ટૂંકમાં કોમી બહુમતીવાદ રાજનીતિમાં અગત્યનો ભાગ ધરાવે છે. રાજનીતિના મોટા નામો જેમની વિરૂદ્ધ કોમી અપરાધો દાખલ છે. તેમાં યુનિયન કેબિનેટ મંત્રી ઉમા ભારતી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના નાયબ મુખ્યમંત્રી કૈશવ પ્રસાદ મૌર્ય અને ઓવૈસી ભાઈઓનો સમાવેશ થાય છે. કોમી અપરાધો ધરાવતા ઉમેદવારો સૌથી વધુ ભાજપ દ્વારા ચૂંટણીમાં ઉતારાયા હતા. જે ૩,૭ર૭ ઉમેદવારોમાં ૪૮ હતા. (કુલ ૧.૩%) તેની સરખામણીમાં કોંગ્રેસ દ્વારા કુલ ૩,પપ૩ ઉમેદવારોમાંથી માત્ર ૧ર ઉમેદવારો એવા હતા જેમની વિરૂદ્ધ કોમી અપરાધો દાખલ છે.
(સૌજન્ય : સબરંગ ઈન્ડિયા)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks