કોએના મિત્રાએ મંદસૌર બળાત્કાર કેસને કોમવાદી વળાંક આપ્યો

(એજન્સી) મુંબઈ, તા.૨
મંદસૌર બળાત્કાર પીડિતાનો પરિવાર આરોપી માટે મૃત્યુદંડની માંગ કરી રહ્યો છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી કોએના મિત્રોએ કોમવાદી વળાંક આપ્યો છે. તેણીએ ટિ્‌વટ કરી હતી કે, પીડિતા હિંદુ બાળકી હતી તેથી હજુસુધી કોઈએ કેન્ડલ માર્ચ નથી કાઢી જ્યારે મુસ્લિમ બાળકી સાથે બળાત્કાર થયો ત્યારે કેટલાક લોકોએ ઉદ્ધમ મચાવ્યો. આ અંગે ગોહરખાને કોએનાએ આડે હાથે લેતા કહ્યું કે, ‘શું મેં તમને કહ્યું છે આ ? તમે મુસ્લિમોેને નફરત કરો છો જ્યારે એક મુસ્લિમ અપરાધ કરે છે ત્યારે તે જિહાદી છે અને જો હિંદુ અપરાધ કરે તો તે હિંદુ છે. ઓછામાં ઓછું મુસ્લિમો આવા અપરાધોની તરફેણમાં રેલી તો નથી કાઢતા નથી ને.’ મધ્યપ્રદેશના મંદસૌરમાં આઠ વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર બાદ સમગ્ર દેશમાં લોકોમાં વિરોધની લાગણી છે. મુસ્લિમ સમાજ દ્વારા આરોપીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને મૃત્યુદંડની માંગ કરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts