કોંગી ધારાસભ્યોને કોર્ડન કરીને લઈ જવાયા

અમદાવાદ, તા.ર૮
ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા શામ-દામ -દંડ-ભેદની નીતિ ભાજપ અજમાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસે પોતાની રણનીતિ ઘડીને તેના ધારાસભ્યોને શુક્રવારે મોડી રાત્રે બેંગ્લુરૂ મોકલી દીધા હતા. એરપોર્ટ ઉપર જેવા ધારાસભ્યોની બસ આવી કે બસથી છેક એરપોર્ટના પ્રવેશદ્વાર સુધી કોંગ્રેસના કાર્યકરો કોર્ડન કરીને તમામ ધારાસભ્યોને લઈ ગયા હતા. જો કે કોંગ્રેસના ધારાસભ્યોને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. તો કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ ‘કોંગ્રેસ આવે છે’ સહિતના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તમામ ધારાસભ્યોને એરપોર્ટ સુધી વિદાય આપવા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, રાજુ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks