(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૬
મહારાષ્ટ્રના કોરેગાંવ મુકામે બહુજન સમાજ પર થયેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં માંગરોળ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે શહેરના મુખ્ય રસ્તાઓ પર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના કોરેગાંવ મુકામે બહુજન સમાજના લોકો પર ઇજીજી જેવા સંગઠનો સાથે જોડાયેલા ભગવા ઝંડા ધારી અમુક અસામાજિક તત્ત્વોએ આયોજનપૂર્વક હથિયાર બંધ થઈ સભ્ય સમાજને ન શોભે તેઓ હીચકારો હુમલો કરી અમાનુષી અત્યાચાર કરેલ છે. જેમાં દલિત સમાજના એક યુવકનું મોત પણ થયેલ છે. જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી વખોડી કાઢીએ છીએ. બહુજન સમાજ પર વર્ષોથી આવા હીચકારા હુમલાઓ દેશના અનેક વિસ્તારોમાં થતાં આવ્યા છે. જેમાં અસંખ્ય બહુજન સમાજના લોકોએ જીવ પણ ખોયા છે તેમ છતાં દેશની એકતા અને અખંડિતતા ખાતર આજ દિન સુધી અમે પ્રતિકાર કરેલ નથી. આ બનાવ બહુજન સમાજ પર અત્યાચારનો છેલ્લો બનાવ બની રહે તેવી અપેક્ષા સાથે માંગરોળનો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આવેદનપત્ર સાથે માંગ કરીએ છીએ કે, કોરેગાંવ ખાતે જે લોકોએ ષડયંત્ર કરેલ તેમજ જેમના ઈશારે નરાધમોએ દલિત સમાજના નિર્દોષ લોકો પર અમાનુષી અત્યાચાર કરેલ તેમના વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવેલ નથી. પરંતુ દલિત સમાજના ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર પૂના (ડેક્કન) પોલીસ સ્ટેશનમાં ખોટી હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. જેનો માંગરોળ અનુસૂચિત જાતિ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે તેમજ આ ખોટી ફરિયાદને તાત્કાલિક અસરથી દૂર કરવા વિનંતી કરે છે.