કોસંબા પાસે અજાણ્યા વાહન અને બસ વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

અંકલેશ્વર, તા. ર૭
સુરતથી રાજકોટ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને કોસંબા નજીક ધામદોડ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોનાં સ્થળ ઉપર જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય ૫થી વધુ લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરતથી રાજકોટ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ નંબર જીજે-૩૬, ટી-૯૯૯૬ નંબરની બસને અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસનો ડાબી તરફનો ભાગ ચીરાઈ ગયો હતો. અકસ્માતનાં પગલે ભર નિંદ્રામાં રહેલા મુસાફરો ધડાકાભેર થયેલા અવાજના કારણે ભયભિત થયા હતા. મુસાફરોએ બચાવ માટે ચીસાચીસ કરી મૂકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોનાં સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ કરતાં વધુ લોકોને ઈજા પહોંચતાં ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે કોસંબા પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks