કોસમાડીના આચાર્ય મુલતાનીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતાં આનંદની લાગણી

(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.પ
કામરેજ તાલુકાના કોસમાડીના આચાર્ય યાસીનભાઈ મુલતાનીને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાતા કામરેજ તાલુકાના સહિત જિલ્લાભરના શિક્ષક આલમ અને પ્રજાજનોમાં ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમન ગામના વતની અને છેલ્લા અઢાર વર્ષથી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવી રહેલ અને હાલમાં ચાર વર્ષથી કામરેજની કોસમાડી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલ સાત વર્ષથી ખોલવડમાં રહેતા યાસીનભાઈ અમીરભાઈ મુલતાનીએ શિક્ષક અને આચાર્ય તરીકે જિલ્લા પંચાયત શિક્ષણ માટે સાથી મિત્રોના સહકારથી અદભૂત યોગદાન આપ શિક્ષણ જગત માટે પ્રેરક કામ કરી રહ્યા છે. કામરેજના કોસમાડી શાળાને જીવંત શાળા સાથે શિક્ષણની વિવિધ સુવિધાઓથી સજ્જ કરવી પ્રજાજનોના સહકારથી મિનરલ વોટરથી લઈ કમ્પ્યુટર શિક્ષણ સાથે વર્ગખંડની દિવાલોને શિક્ષણથી સજ્જ કરી છે. જિલ્લાભરમાં દિશાસૂચક કામગીરી કરી રહ્યા છે. જેના થકી તેમને તાલુકા અને જિલ્લામાં પ્રથમ ક્રમ સાથે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હતો. હવે સુરત શહેર અને જિલ્લામાંથી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળતા આજે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર નગર ખાતે રાજ્યપાલના હસ્તે એવોર્ડ મેળવતા કામરેજ સુરત જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કરતાં સૌ કોઈ ગર્વ સાથે હર્ષની લાગણી પ્રસરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks