કેરળ ભાજપના નેતાએ MCIની પરવાનગી માટે રૂા.પ.૬૦ કરોડની લાંચ લીધી : રિપોર્ટ

(એજન્સી) કોચી, તા.ર૦
કેરળના ભાજપના નેતા આરએસ વિનોદે રાજ્યમાં એક મેડિકલ કોલેજને મંજુરી માટે પ કરોડ ૬૦ લાખ રૂપિયાની લાંચ લીધી હોવાના આરોપ બાદ રાજ્ય ભાજપના પ્રમુખ કે.રાજ શેખરને તપાસની સૂચના આપ્યા બાદ ભાજપના નેતા વિનોદ દોષિત જણાયા હતા. વિનોદે પ કરોડ-૬૦ લાખની લાંચ લઈ મેડિકલ કોલેજને એમસીઆઈની મંજૂરી અપાવવાનો વાયદો કર્યો હતો. પક્ષની આંતરિક તપાસમાં વિનોદે લાંચ લીધાનો સ્વીકાર કર્યો હતો. પરંતુ વિનોદનું કહેવું છે કે આ રકમ કારોબારીના ઈરાદાથી લીધી હતી. એસ.આર.એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન આર.શાહ શાહજીએ મે મહિનામાં વિનોદને આ રકમ આપી હતી. ત્યારબાદ ભાજપના ઉચ્ચ નેતાઓને આ બાબત જણાવી. વિનોદે આ રકમ દિલ્હીના એક દલાલને સોંપી હતી. વિનોદે એમસીઆઈની મંજૂરી માટે ૧૭ કરોડ રૂપિયા લાંચ માગી હતી. પક્ષની આંતરિક તપાસમાં ૬ લોકોની પૂછપરછ કરાઈ હતી. જે ભ્રષ્ટાચારમાં સામેલ છે. કમિટીની તપાસમાં રાજ્યના મહાસચિવ ટી રમેશનું પણ નામ આવ્યું છે. વિનોદ રાજ્યની કો-ઓપરેટિવ સેલના સંયોજક છે. દરમિયાન ભાજપના સૂત્રોએ કહ્યું કે આવો કોઈ અહેવાલ નથી. જે મીડિયા સમક્ષ ખુલી ગયો. વિપક્ષોએ આ ઘટનાની સીબીઆઈ તપાસ માગી છે. તેમણે મોદી સરકારની ભ્રષ્ટાચાર મુક્ત શાસનમાં દાવા સામે સવાલ કર્યો હતો. ભાજપની વાતોનો ફુગ્ગો ફુટી ગયો છે. કેરળના વરકલા ખાતે મેડિકલ કોલેજને માન્યતા માટે એમસીઆઈની મંજૂરી અર્થે પ.૬૦ કરોડની લાંચ આપી હતી. એમસીઆઈ દેશની મેડિકલ કોલેજોનું નિરીક્ષણ કરે છે. ભાજપની આંતરિક તપાસનો અહેવાલ મીડિયા સમક્ષ આવ્યો હતો. તપાસ ટીમે પક્ષના બીજા નેતાઓને પણ મેડિકલ કોલેજોને એમસીઆઈની મંજૂરી માટે નાણાં લીધા હોવાનું શોધી કાઢ્યું છે. કેરળના અખબાર મલયાલયમ ડેઈલીએ લખ્યું છે કે આ એક ગંભીર આરોપ છે. કેન્દ્ર સરકારે લોઢા કમિટી બનાવી છે જે તપાસ કરી રહી છે. એમસીઆઈની મંજૂરી પાછળ માફિયા ગેંગ કામ કરી રહી છે. ભાજપે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. મેડિકલ કોલેજની મંજૂરી ઈચ્છતા શાહજીએ આ અંગે અમિત શાહને ફરિયાદ કરી છે. જેમણે રાજશેખર રેડ્ડીને તપાસ માટે સૂચના આપી હતી. વિપક્ષોએ સીબીઆઈ તપાસની માગ કરી આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks