પૂર્વ કોંગ્રેસ સાંસદ અને જોધપુરના રાજમાતા ક્રિશ્નાકુમારીનું ૯ર વર્ષની વયે નિધન

(એજન્સી) જોધપુર, તા.૪
કોંગ્રેસના જોધપુરના પૂર્વ સાંસદ અને રાજમાતા ક્રિશ્નાકુમારીનું ૯ર વર્ષની જૈફવયે આજે અવસાન થયું હતું. તેઓ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા. મહારાણી ક્રિષ્નાકુમારીને રવિવારે હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. મંગળવારે બીજો હુમલો આવ્યો હતો. તેઓ મારવાડના પૂર્વ મહારાજા હનવંતસિંગના મહારાણી હતા. તેઓને ત્રણ બાળકો છે તેમના અંતિમ સંસ્કારમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંગ ઉપસ્થિત રહ્યા હતા. અંતિમયાત્રા ઉમેદભવનથી નીકળી હતી. સદગતના પુત્ર ગજસિંગે તેમને મુખારાગ્નિ આપ્યો હતો. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી રાજનાથસિંગ તેમજ રાજસ્થાનના ભાજપના પ્રમુખ મદનલાલ સૈનીએ રાજમાતાના અવસાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks