(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૧૦
કચ્છની દરિયાઈ સરહદમાંથી ૩ પાકિસ્તાની ઘૂસણખોર સાથે પાંચ પાકિસ્તાની માછીમાર બોટ પકડાતા ચકચાર મચી ગઈ છે. કચ્છની દરિયાઈ સરહદમાં જ્યાં ભારત-પાક.ની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે ત્યાં હરાનીનાળા નજીકથી તા.૧૦/૧૧ના સવારે આ પાક. માછીમારો પકડાયા હતા. સીમા સુરક્ષા દળના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે આ પાક. માછીમારી બોટો નજરે ચડતા સીમાદળના જવાનોએ બોટમાંથી ૩ પાક. નાગરિકોને પકડી પાડ્યા હતા. સીમાદળના જવાનોએ આ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. તેઓને કોટેશ્વરના દરિયા કાંઠે લાવવામાં આવ્યા છે. કચ્છ સીમા સુરક્ષા દળના ડીઆઈજી ઈન્દ્રકુમાર મહેતાની સીધી દેખરેખ હેઠળ આ ત્રણેય પાક. નાગરિકોની પૂછપરછ ચાલુ છે. તેઓની પાસેથી માછીમારી કરવા ઉપરાંત અન્ય કંઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. જો કે હજુ આ ત્રણેય પાક. નાગરિકોના નામ સીમા સુરક્ષા દળે જાહેર કર્યા નથી.
Facebook
0
Twitter
0