કર્ણાટક મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની પરવાનગી આપવા કુમારસ્વામીની રાહુલને વિનંતી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા અને ગઠબંધન સરકારના મંત્રીમંડળના વિસ્તરણની મંજૂરી અંગે ઝડપી નિર્ણય કરવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, જદ(એસ) કોંગ્રેસ ગઠબંધન સરકાર વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળ સલામત છે. તેમણે રાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરીની માહિતી આપી હતી. મંત્રીમંડળના વિસ્તરણ અને બોર્ડ-નિગમોના ચેરમેનની નિમણૂક માટે નિર્ણય કરવા રાહુલ ગાંધીને વિનંતી કરાઈ હતી. હાલમાં રાજ્યમંત્રી મંડળમાં ૧૬ કોંગ્રેસના અને ૧૦ જદ(એસ)ના સભ્યો છે. નિયમ મુજબ હજુ વધુ ૪ મંત્રીઓ સમાવી શકાય છે. જેમાં એક જદએસના અને ત્રણ કોંગ્રેસના હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks