કુર્દીશ લડાકુઓને હાંકી કાઢવા ઈરાકની મદદ કરવા તુર્કી તૈયાર

(એજન્સી) અંકારા, તા.૧૭
સોમવારે તુર્કીએ જણાવ્યું હતું કે વિવાદિત શહેર કિરકુકમાંથી કુર્દિશ લડાકુઓને હાંકી કાઢવા માટે ઈરાકી સરકારની મદદ કરવા તે તૈયાર હતું.
અંકારાને એ બાબતનો ભય છે કે ઈરાકી કુર્દિસ્તાનની પ્રાદેશિક સરકાર દ્વારા લેવામાં આવેલા સ્વતંત્રતાના પગલાંથી તેમની પોતાની કુર્દીશ લઘુમતી પણ આવા પગલાં લઈ શકે છે.
ઈરાકી પ્રદેશોમાંથી કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીની હાજરી દૂર કરવા માટે અમે ઈરાકી સરકારની કોઈપણ પ્રકારે મદદ કરવા તૈયાર છીએ તેમ તુર્કીશ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
ઈરાકની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે જણાવ્યું કે કિરકુકમાં સામાન્ય સુરક્ષા દળો સાથે સંબંધ ન ધરાવતા લડાકુઓની હાજરીને તેઓ યુદ્ધના ભણકારા તરીકે જોઈ રહ્યા છે. સોમવારે ઈરાકી દળોએ કિરકુક નજીક આવેલ સૈન્યના હવાઈ મથકને કુર્દીર લડાકુઓના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું.
વિવાદિતતા સ્વતંત્ર રેફરન્સના કારણે રપ સપ્ટેમ્બરથી તણાવમાં વધારો થયો છે. જેના કારણે બગદાદની સાથે સાથે પાડોશી રાષ્ટ્રો તુર્કી અને ઈરાનમાં પણ તણાવની સ્થિતિ પેદા થઈ છે.
તુર્કીશ સત્તાધીશોએ જણાવ્યું કે તેઓ ભૂતકાળમાં જેની સાથે કરાર કર્યા હતા. તેવા ઈરાકી કુર્દીશ લડાકુઓના બદલે બગદાદમાં રહેલી કેન્દ્ર સરકાર નીસાથે વાતચીત કરશે.
પીકેકેએ ૧૯૮૪થી તુર્કીમાં બળવો પોકાર્યો છે જેના કારણે તુર્કી અને યુએસ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સમુદાયોએ તેને આતંકી સમૂહ ઠરાવ્યું છે. રેફરન્સ સ્વાયત્ત કુર્દીશ પ્રદેશના ત્રણ ક્ષેત્રો અને કિરકુક સહિત કુર્દીશ કબજો ધરાવતા વિસ્તારોમાં યોજાયું હતું જેના પર બગદાદ અને ઈરાકી કુર્દીસ્તાન બંને દાવો કરી રહ્યા છે. તુર્કીએ રેફરન્ડમનો વિરોધ કરતાં તેને અર્થહિન ગણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જે પીકેકે આતંકી સમૂહને મદદ કરે છે તે આ પ્રદેશમાં સુરક્ષિત સ્થાન શોધી લે અને તેમને પણ આ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks