કુસ્તીમાં પ્રતિસ્પર્ધી પ્રવીણ રાણા સાથે સમર્થકોના સંઘર્ષ બાદ ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર સામે FIR

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કુસ્તીના મુકાબલા બાદ પ્રતિસ્પર્ધી કુસ્તીબાજ સાથે સમર્થકોએ મારપીટ કરતા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલકુમાર અને તેમના સમર્થકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર દિલ્હીમાં શુક્રવારે કુસ્તીબાજ સુશીલકુમાર અને કુસ્તીબાજ પ્રવીણકુમાર વચ્ચે થયેલા મુકાબલા બાદ તેમના સમર્થકો વચ્ચે મારપીટ થઈ હતી. બે વાર ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર અને તેમના ૪-પ સમર્થકો વિરૂદ્ધ પ્રતિસ્પર્ધી કુસ્તીબાજ પ્રવીણ રાણાના ભાઈ નવીન રાણા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
બે પ્રખ્યાત કુસ્તીબાજના સમર્થકો વચ્ચે જાધવ સ્ટેડિયમમાં મારપીટ થઈ હતી. જેમાં સુશીલ કુમાર અને તેના સમર્થકોની ઈપીસી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અહેવાલ મુજબ આગામી એપ્રિલ માસમાં યોજાનાર ગોલ્ડ કોસ્ટ ગેમમાં પસંદગી પ્રક્રિયા દરમિયાન બંને કુસ્તીબાજોના સમર્થકો વચ્ચે મારપીટ શરૂ થઈ હતી. પ્રવીણ રાણાએ કુમારના સમર્થકો પર જાનથી મારી નાખવા અને આગામી પ્રોરેસ્ટલિંગ લીગમાં ભાગ નહીં લેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. ડીસીપી મનદીપસિંહ રંધાવાએ જણાવ્યું કે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પરંતુ બોલાચાલીના કારણની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે સુશીલકુમાર અને તેમના સમર્થકો તરફથી પ્રવીણ રાણા અને તેમના સમર્થકો સામે કોઈ ફરિયાદ મળી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks