કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪૮ કલાક માટે તોફાની વરસાદની આશંકા : સમગ્ર તંત્ર હાઈએલર્ટ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
રાજયમાં વરસાદે ઠેર ઠેર ખાનાખરાબી સર્જી દીધા બાદ પણ હજુ વિરામનું નામ ન લેતાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રાજયના વહીવટી તંત્ર દ્વારા રાજયના તમામ કલેકટરો સહિતના અધિકારીઓને હાઈએલર્ટના આદેશો અપાયા છે. ગાંધીનગરના ઉચ્ચઅધિકારી દ્વારા હાઈએલર્ટના આદેશોની જારી કરાયેલી ઓડિયો કલીપમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં તોફાની વરસાદની આશંકા સાથે આગામી ૪૮ કલાક ભારે જોખમભર્યા બની શકવાની શકયતા વ્યકત કરાઈ છે.
આ ઓડીયો કલીપમાં લીંબડી-સાયલા, પાટડી અને લખતરને ખાસ એલર્ટ કરાયા છે કુલ ૪ પ્રકારની ચેતવણી જાહેર કરી દેવાઈ છે. પહેલી ચેતવણીમાં આજે અને કાલે અગાઉ ભારે વરસાદથી થયેલ પરિસ્થિતિ જેવી જ સ્થિતિ ઉદ્‌ભવી શકે છે તેમ ઉમેરાયું છે અને તેમાં ખાસ કરીને લીંબડી, સાયલા, પારડી, લખતર માટે ખાસ ચેતવણી જાહેર કાઈ છે. કોઈપણ તલાટી-અધિકારીને હેડ કવાર્ટર નહી છોડવા સૂચના અપાઈ છે. તમામની રજા રદ કરી નખાઈ છે.
બીજા નંબરની ચેતવણીમાં નીચાણવાળા વિસ્તારમાંથી અત્યારથી જ લોકોને ખસેડી લેવા જણાવી દેવાયું છે. કારણ કે હવે બનાસકાંઠામાં એરફોર્સના હેલિકોપ્ટરો અને એનડીઆરએફની ટીમો રોકાયેલી હોય, આ મદદ નહીં મળી શકે અને સ્થાનિક લેવલે જ કલેકટરો અને સંબંધિત અધિકારીઓને વ્યવસ્થા કરી લેવા તાકીદ કરાઈ છે. ત્રીજા નંબરની સૂચનામાં કેશડોલ્સ અને ખાવાપીવા ફુડ પેકેટની વ્યવસ્થા કરી લેવા કોઈ કચાશ ન રહે તે જોવા સૂચના અપાઈ છે. ચોથી સૂચનામાં આજકાલ બે દિવસ ભારે વરસાદને કારણે હાઈએલર્ટ કરાયા છે એરફોર્સ એનડીઆરએફની ટીમોની મદદ મળી શકે તેમ નથી. આથી સ્થાનિક લેવલે વ્યવસ્થા કરવી તેમજ જો કોઈ વ્યકિત ફસાયેલ હશે તો જે તે વિસ્તારના તલાટી અને સંબંધિત અધિકારીની સીધી જવાબદારી બની જશે તેમ પણ ઉમેરાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks