National

મોદીના સફાઈ અભિયાનની પોલ ખુલ્લી પડી ઝારખંડ સરકારના સ્વચ્છ જાહેર જિલ્લામાં શૌચ માટે ગયેલી બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી

(એજન્સી) તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર ઓક્ટોબર ર૦૧૪માં મહાત્મા ગાંધીની યાદમાં દેશને સ્વચ્છ બનાવવાનો નિર્ણય લીધો અને સંપૂર્ણ સરકારી લોકો આ કામમાં જોડાઈ ગયા. તેના માટે કરોડોની જાહેરાતો આપવામાં આવી. અહીં સુધી તો બરાબર હતું પરંતુ ત્યારબાદ આ સરકાર ટેવ પ્રમાણે આંકડાઓ અને તથ્યોની બાજીગીરી કરતા યોજનાની સફળતાના દાવા કરવા લાગી. શ્રેય લેવાની હરિફાઈમાં રાજ્યોએ કરોડોની જાહેરાતો આપીને કહેવાનું શરૂ કરી દીધું કે તે જાહેરમાં શૌચથી મુક્ત થઈ ગયા છે. વડાપ્રધાન મોદીની ફલેગશિય યોજનાઓમાંથી એક સ્વચ્છતા અભિયાનની તપાસમાં ઝારખંડમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી.
આજે મધુ જો જીવીત હોત તો ૧૩ વર્ષની હોત તેના પિતા ઉમેશસિંહ મધુને યાદ કરતાં દુઃખી થઈ જાય છે. મા ચમેલીદેવી રડવા લાગે છે. એક વર્ષ પહેલાં ૭ જાન્યુઆરી ર૦૧૮ના દિવસે રઝળતા કૂતરાઓએ કરડતા અને ફાડી ખાતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે તે શૌચ માટે ઘર પાસે ખેતરોમાં ગઈ હતી. ત્યાં લગભગ ૧ર જેટલા રઝળતા કૂતરાઓએ તેની પર હુમલો કરી દીધો. સાથે ગયેલા બાળકોએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થયા નહીં. બાળકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું જ્યાં સુધી ગામનાં લોકો આવ્યા ત્યાં સુધી મધુનુ મોત નિપજી ચૂક્યું હતું જ્યારે લાકડી-ડંડા લઈને ગામના લોકો ખેતરમાં પહોંચ્યા તો કૂતરા મધુનો માંસ ખાઈ રહ્યા હતા. આ ઘટના મધુના ઘરથી માત્ર ર૦૦ મીટરના અંતરે થઈ. સવારના ૮ વાગે જ્યારે ગામના બીજા લોકો પણ શૌચ માટે ખેતરોમાં ગયા હતા.
મધુ પોતાના પરિવારની સાથે કોડરમા જિલ્લાના મરકચ્ચો પ્રખંડના ભગવતી ડીહ ગામમાં રહેતી હતી. તેના મૃત્યુના ત્રણ મહિના પહેલાં જ ઝારખંડ સરકાર સંપૂર્ણ કોડરમાં જિલ્લાને જાહેરમાં શૌચથી મુક્ત (ઓડીએફ) જાહેર કરી ચૂકી હતી. ત્યારે તેનો મોટા સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની પોલ ખોલતી આ ઘટના પછી ઝારખંડ સરકારે પણ આ સ્વીકાર્યું કે ઓડીએફ જાહેર ભગવતી કીએ ગામમાં મધુ સહિત અનેક લોકોના ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા નહતા. ત્યારે મુખ્યમંત્રી રઘુવર દાસે પોતે આ ઘટનાની ટીકા કરી હતી અને પોતાના વિવેકાધિન ફંડમાંથી મધુના પિતાને એક લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું.
સંપૂર્ણ ઝારખંડ ઓડીએફ જાહેર થઈ ચૂક્યું છે પરંતુ સરકારી આંકડા મુજબ આ જાહેરાત પછી પણ લગભગ ૧.ર૪ લાખ શૌચાલયોનું નિર્માણ બાકી હતું.
વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું કે સરકારની પાસે બાકી શૌચાલયના નિર્માણ માટે પુરતા પૈસા નથી. આવામાં જાહેરમાં શૌચથી મુક્ત જાહેર ઝારખંડમાં બાકી બચેલા ૮૪ હજાર શૌચાલય ર૮ ફેબ્રુઆરી સુધી બની જશે તેમાં શંકા છે.
આ દરમ્યાન જેએમએમના કાર્યકરી અધ્યક્ષ હેંમત સોરેને જણાવ્યું કે જે રીતે શૌચાલય બનાવી રહી છે. જો ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમાં ઘૂસી જાય તો કદાચ નીકળી પણ ના શકે. તેમના કહેવાનો અર્થ છે કે આ શૌચાલયની ડિઝાઈન ખરાબ છે.
જો કે શૌચાલયોની ડિઝાઈન અને તેમાં પાણીની ઉપલબ્ધતા અંગે આ પ્રથમ પ્રશ્ન નથી. પહેલાં પણ આ પ્રકારના પ્રશ્ન ઊભા થઈ ચૂક્યા છે. ત્યારથી આજ સુધી ના તો વિભાગીય મંત્રીઓએ સંબંધમાં કોઈ જાહેરમાં વાતચીત કરી અને ના કોઈ સચિવે. આ દરમ્યાન સ્વચ્છતા અંગે અનેક સૂત્રો રચવામાં આવ્યા અને ભાજપની સરકારોએ કરોડો રૂપિયાની જાહેરાતો આપીને તેનો પ્રચાર પણ કરાવ્યો. વાસ્તવિકતા એ છે કે આ જ જાહેરાતોની વચ્ચે ઓડીએફ જાહેર શહેરોમાં-ગામડાઓમાં ક્યારેક લુંગી ખોલો, તો ક્યારેક સિટી વગાડો જેવા અભિયાનોના સમાચારો પણ આવતા રહે છે.
જાહેર છે કે ભાજપ સરકારોના દાવાઓ અને વાસ્તવિકતાની વચ્ચે ઘણું અંતર છે. આવામાં આ ટિપ્પણી યોગ્ય છે કે અટેચ્ડ બાથરૂમવાળા ઘર અને ઓફિસમાં બેસીને સ્વચ્છતા અભિયાનની આંકડાબાજી કરનારા લોકોએ કેટલીક રાતો તેવા ગામડાઓમાં વિતાવવી જોઈએ જ્યાં દરરોજ સવારે લોટા લઈને લોકો ખેતરોમાં જતા જોવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.