ક્યાં ગયા ગૌરક્ષકો ? આંધ્રની ગૌશાળામાં ૩૦ ગાયોના ભૂખમરાથી મોત

(એજન્સી) ગોદાવરી, તા.ર૧
આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં એક ગૌશાળામાં ભૂખમરાના કારણે ૩૦ ગાયોના મોત પછી કહેવાતા ગૌરક્ષકોની પોલ ખૂલી ગઈ હતી. આંધ્રના કાકીનાડા ખાતે એક ગૌશાળામાં રખાયેલ ૩૦ જેટલી ગાયો ઘાસચારાના અભાવે ભૂખમરાથી મોતને ભેટી હતી. આ બનાવ ત્યારે નજરમાં આવ્યો જ્યારે મૃત ગાયોની અંતિમવિધિ માટે ખાડો ખોદાયો. આ ગૌશાળામાં રપ૦ ગાયો રાખવાની ક્ષમતા સામે પ૦૦ ગાયો રખાઈ હતી. ગૌશાળા ર.પ એકર જમીન પર ફેલાયેલ છે. વધુ ગાયોના ભરાવાથી ગાયોને પુરતુ પોષણ મળ્યું ન હતું. ઘાસપાણીના અભાવે ૩૦ ગાયોએ દમ તોડ્યો હતો. રાજ્યના પશુ નિયામક વ્યંકટેશ રાવે કહ્યું કે અમે ગાયોના ૧૪ કંકાલ મેળવ્યા છે. વધુ ગાયો મરણ પામી છે. કેટલાક સમયથી ઘાસપાણીના અભાવે આ ઘટના બની છે. ગૌશાળાને સ્વચ્છ રખાતી નથી. ઘાસચારા પાણીના અભાવે ગાયો ખોખલી બની ગઈ હતી. ત્યારે વરસાદથી વધુ ખરાબ સ્થિતિ થઈ. સરકાર તરફથી કોઈ નિયામક એસ.આર.ગોપાલે જણાવ્યું હતું. પોલીસે પશુ તસ્કરીના ઢોર ગૌશાળામાં છોડી જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks