Site icon Gujarat Today

સુરતમાં મહિલા પોલીસની સલામતી સામે પ્રશ્નાર્થ : લાજ લૂટવાનો પ્રયાસ

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૪
શહેરના રાંદેર વિસ્તારની પીપરડીવાળા સ્કૂલ પાસે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગણપતિના બંદોબસ્તમાં હતી ત્યારે ખોટી બાજુએ રિક્ષા ચલાવી લાવી રિક્ષા ચાલક સહિત બે જણાએ મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરી,તેણીની લાજ-લૂંટવાનો પ્રયાસ કરી ફરાર થઇ ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાંદેર રોડ વિસ્તારના રામનગરની લાઈફ લાઈન હોસ્પિટલ પાસે આવેલી રંગઅવધૂત સોસાયટીમાં અનશ અબ્દુલ શેખ તથા કવાસ ગામ ખાતે સંજયભાઈ ઈન્દ્રજીત સિંગ રહે છે. ગત બપોરે અઢી વાગ્યાના સુમારે તેઓએ પોતાના કબજાની ઓટોરિક્ષા રાંદેરની પીપરડીવાળા સ્કૂલ પાસેથી રોંગ સાઈ પર હંકારી લાવી હતી.જ્યાં ગણપતિના બંદોબસ્ત બજાવી રહેલી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે તેમને ટક્કર મારી હતી. આ મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની ઓળખ આપી હોવા છતાં પણ આરોપી અનસ અબ્દુલ શેખ તથા સંજયભાઈ (રિક્ષા ચાલક)એ તેણીનો હાથ પકડી લાજ લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાંદેર પોલીસ મથકે મહિલા હેડ કોન્સ્ટેબલ બે આરોપીનો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version