અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં રપ૦૦થી વધુ ખાનગી દવાખાના અને લેબોરેટરી બંધ

પ્રાંતિજ, મોડાસા, તા. ર૮
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારના સૂચિત નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં સમગ્ર દેશમાં શનિવારે એક દિવસીય રાષ્ટ્રી વ્યાપી હડતાળમાં આઈ.એમ.એ મોડાસા બ્રાન્ચ અને ઉત્તરગુજરાતના તમામ ખાનગી હોસ્પિટલના તબીબો અને લેબોરેટરી સવારે ૬ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી કામકાજથી અળગા રહી સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અંદાજીત ઉત્તરગુજરાતના ૨૫૦૦થી વધુ હોસ્પિટલ હડતાળમાં જોડાતા હડતાળ થી અજાણ દર્દીઓને સારવાર થી દૂર રહેવું પડ્યું હતું.ક્રિટિકલ કેર અને ઇમર્જન્સી સારવાર કાર્યરત રહી હતી
આઈ.એમ.એ મોડાસા દ્વારા ચાર રસ્તા નગરપાલિકા ટાઉન હોલ ખાતે દ્ગસ્ઝ્ર બિલનો વિરોધ કરી ધરણા યોજી કામગીરી થી અળગા રહી હડતાળમાં જોડાયા હતા. એન.એમ.સી બિલનો વિરોધ કરતા તબીબોએ જણાવ્યું હતું કે, સરકારનું આ સૂચિત એન.એમ.સી બિલ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ચેડાં સમાન હોવાથી અને સામાન્ય નાગરિક માટે ફાયદાકારક નહિ નુકસાનકારક બની રહેશે આ બિલ ગરીબ અને મધ્યમવર્ગ વિરોધી છે અને હાલની તબીબી શિક્ષણ વ્યવસ્થાને પારાવાર નુકસાન પહોચાડનારું છે બિલની સૂચિત જોગવાઈના લીધે ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહ મળી રહેવાની સંભાવના હોવાથી એન.એમ.સી બિલ ના વિરોધ માં મોડાસા સહીત અરવલ્લી જિલ્લાના ખાનગી હોસ્પિટલો,ક્લિનિક અને લેબોરેટરીના તબીબો જોડાયા હતા
જ્યારે ગુજરાત સ્ટેટ બ્રાંચ. આઇ.એમ.એ.ના પ્રમુખ ડૉ. ભુપેન્દ્રશાહ, મંત્રી ડૉ. કમલેશસોની, ડૉ. રાજુનાયક સહિતના તબીબીઓ દ્વારા આજે નેશનલ કમીશનના બિલના વિરોધમાં હિંમતનગર સહિત જિલ્લામાં પોતાના દવાખાનાઓમાં તબીબી સેવાઓ તથા લેબોરેટરીઓ સવારના છથી સાંજના છ વાગ્યાં સુધી બંધ રાખી હતી. તેઓએ પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે આવીને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે હિંમતનગરમાં આવેલ ૧રપથી વધુ હોસ્પિટલ અને લેબોરેટરીઓ બંધ રહેવા પામી હતી. આ અંગે ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડૉ.ભૂપેન્દ્રભાઈ શાહના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે એનએમસી બિલ લવાઈ રહ્યુંં છે. તેના કારણે તબીબો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે તેથી કેન્દ્ર સરકારે આ બિલમાં ફેરફારો કરવા જોઈએ. બંધ દરમિયાન હિંમતનગરના તબીબો અને લેબોેરેટરીના સંચાલકોની એક મીટિંગ મેડિકલ કોલેજમાં યોજાઈ હતી. જેમાં તૈયાર કરાયેલા આવેદનપત્રથી તબીબો તથા લેબોરેટરીના સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગેનું આવેદનપત્ર સાબરકાંઠાના સાંસદને આપવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks