LAC ખાતે સ્થિતિ નિયંત્રણ હેઠળ : PLA આપણી જમીનમાં ઘૂસણખોરી કરી નથી : રાજનાથસિંહ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહે લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે ભારત અને ચીન વચ્ચે તંગદિલી વખતે ચીની ઘૂસણખોરીનો દાવો કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, સરહદે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તથા પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ચીનની સેનાએ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી નથી. એક સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજનાથે જણાવ્યું હતું કે, તેમણે સરહદે ચીન સાથેની તંગદિલી અંગે ભારત સરકારના વલણની માહિતી આપી હતી. હાલ સ્થિતિ આપણા નિયંત્રણમાં છે. ચીનની સેનાએ ભારતની ધરતીમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ તદ્દન ખોટા છે.
રાજનાથે વધુમાં જણાવ્યું હતું કે, ચીન સાથે કમાન્ડર સ્તરની મંત્રણા જારી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે નથી જાણતા કે, આ મુદ્દો ક્યારે ઉકેલાશે. અમે આ મામલે પ્રયાસ કરી રહ્યાં છે. દેશ હિતમાં આ અંગે વધુ કોઈ માહિતી આપવી યોગ્ય નથી. વર્ષ ૧૯૬૨થી ૨૦૧૩ વચ્ચે શું થયું તે અંગે હું કંઈ કહેવા માંગતો નથી. સરહદે આપણા દળોએ અદ્દભૂત શૌર્યનું ઉદાહરણ આપ્યું છે. ગલવાન સંઘર્ષ બાદ મે સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આપણા વડાપ્રધાન પણ સૈનિકોને મળ્યા હતા. આ તમામા ઘટનાક્રમ બાદ હું એક વાત કહી શકું કે, ભારતની ધરતીમાં કોઈએ ઘૂસણખોરી કરી નથી. આ ઉપરાંત તેમણે ગિલગિટ-બાલ્ટિસ્તાનને પીઓકેનો ભાગ ગણાવવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ઝાટકણી કાઢી હતી. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ્દ કર્યા બાદ પાડોશી દેશ બેબાકળુ બન્યું છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકે ભારતનો ભાગ છે. પુલવામા હુમલા અંગે પણ રાજનાથે ઈમરાન સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ માટે પાકિસ્તાન જવાબદાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks