લદ્દાખના ઘર્ષણ પછી ચીન અને ભારતના સૈન્ય અધિકારીઓની બેઠક

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ચીન અને ભારતના વડા સૈન્ય અધિકારીઓ આજે ફલેગ મીટિંગમાં સીમા ઉપર ઘર્ષણ ઘટાડવા માટે પગલાં લેવા વિચારણા થશે. ગઈકાલે બન્ને દેશના સૈનિકો વચ્ચે લદ્દાખ સીમા ઉપર ઘર્ષણ થયું હતું અને બન્ને દેશના સૈનિકોએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો જેના લીધે બન્ને દેશના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. વરિષ્ઠ સેના અધિકારીઓએ એન્કાઉન્ટરની ઘટનાનો ઈન્કાર કર્યો ન હતો. જેના લીધે બન્ને દેશો વચ્ચે મડાગાંઠ પડેલ છે જે ઉકેલાઈ નથી.
હાલની ઘટનાઓના ૧૦ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
૧. વર્ષો પછી લદ્દાખમાં પ્રથમ વખત સંઘર્ષની ઘટના બની છે. ભારત અને ચીન એકબીજા ઉપર એકબીજાની સીમામાં ઘૂસવાના આક્ષેપો કરતાં રહે છે પણ ભાગ્યે જ કોઈ હિંસક ઘટના બની છે. ચીન સરકારના પ્રવકતાએ આ બાબતે કહ્યું કે અમારી પાસે ઘૂસણખોરીની કોઈ માહિતી નથી. રક્ષામંત્રી જેટલીએ કહ્યું કે આ વિષય એ પ્રકારનો નથી કે સરકાર એની ઉપર ટિપ્પણી કરી શકે.
ર. પેંગાગે તળાવના કિનારે ચીનના સૈનિકોએ ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તળાવના બે ભાગ ચીનના નિયંત્રણ હેઠળ છે. આ વિસ્તારનો એક ભાગ ભારત પાસે છે જેને જોવા સહેલાણીઓ આવે છે.
૩. બન્ને દેશના સૈનિકો વચ્ચે બે કલાક સુધી સંઘર્ષ ચાલ્યો હતો પણ કોઈપણ દેશના સૈનિકે હથિયારોનો ઉપયોગ કર્યો ન હતો. એ પછી બન્ને પક્ષે ડ્રીલ યોજાઈ હતી. જેમાં બન્ને દેશોના સૈનિકોએ પોતાના અધિકારો દર્શાવી પોતાના વિસ્તારમાં જવા કહ્યું હતું.
૪. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ સેના સાથે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે જેમણે એક ધ્વજ દર્શાવ્યો હતો. જેમાં લખેલ હતું આ વિસ્તાર અમારો છે જેથી મહેરબાની કરી પાછા જાઓ. પણ ચીની સૈનિકોએ ઈન્કાર કર્યો.
પ. લગભગ ૧પ ચીની સૈનિકોએ ભારતની સીમામાં પ્રવેશ કર્યો હતો. ચેતવણીઓ આપવા છતાંય એ માન્યા નહીં. જેથી બંને વચ્ચે પથ્થરમારો થયો હતો.
૬. સિક્કીમ સીમા ઉપર બંને દેશના સૈનિકો ડોકલામ વિસ્તારમાં સામસામે ઊભા છે. ચીને ભારતને પોતાના સૈનિકો પાછા બોલાવવા ચેતવણીઓ આપી છે. ચીને એ સામે ૧૯૬રના યુદ્ધના પરાજયને યાદ કરાવી ધમકીઓ પણ આપી છે.
૭. ચીન ભારત વચ્ચે સંઘર્ષ આ વર્ષના જૂન મહિનાથી શરૂ થયો છે. ડોકલામ વિસ્તારમાં ચીન રોડ બનાવી રહ્યું હતું જેને રોકવા ભારતે સેના મોકલી હતી. ડોકલામ વિસ્તાર ભારત-ચીન-ભૂતાનની સીમા ઉપર આવેલ છે.
૮. ભારતે ચીનને જણાવ્યું હતું કે, બન્ને દેશો ડોકલામમાંથી સૌથી પાછું બોલાવી લે પછી વાતચીત કરવામાં આવે. પણ ચીન માન્યું નહીં.
૯. પેંગોગ તળાવના રક્ષણ માટે ભારત પાસે હાઈસ્પીડ બોટો અને અન્ય શસ્ત્ર સામગ્રી છે. જેના દ્વારા એ તળાવની રક્ષા કરી શકે છે. આ શસ્ત્ર સામગ્રી એમણે અમેરિકા પાસેથી મેળવી છે.
૧૦. ર૦૧૩ના વર્ષમાં ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને સીમા ઉપર પ્રવેશવા રોક્યા હતા. ચીને પોતાના સૈનિકો લદ્દાખમાં મોકલ્યા હતા. જેના લીધે ત્રણ અઠવાડિયાઓ સુધી સંઘર્ષ થયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks