કોડિનારમાંથી સુરતની લેડી ડોન ભૂરીનાં બે કુખ્યાત સાગરીતો ઝડપાયા

કોડીનાર, તા.૪
સુરત શહેરમાં હાહાકાર મચાવનાર લેડી ડોન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીના સાગરિતો અને ૩૦૭ના ગુનામાં નાસતા ફરતા એવા બે રીઢા ગુનેગારોને કોડીનાર પોલીસે હરમડીયા ગામેથી પકડી પાડી સુરત પોલીસને કબજો સોંપ્યો છે.
આ ઘટનાની વિગત મુજબ સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક હટાવવાના જેવા નજીવા મુદ્દે રવિ અને બીજા બે માણસો અને ૧ છોકરીએ લાકડા અને પટા જેવા હથિયારો વડે ભટ્ટ બહાદુર અને શ્રીધર નામના યુવાનોને કમરના ભાગે મારમારી આંતરડા બહાર કાઢી ગંભીર ઈજા કરતાં આ અંગે પ્રકાશ પીકે સુનારે સુરત કાપોદ્રા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ કોડીનારમાં હોવાનું સુરત પોલીસ કોડીનાર પોલીસને સૂચના આપતા કોડીનાર પોલીસે આ બન્ને આરોપીઓની શોધખોળ કરતા આ બન્ને આરોપીઓ હરમડીયા ગામે નદીમાં સંતાયા હોવાની માહિતી મળતા કોડીનારના ઈન્ચાર્જ પી.આઈ.એ.એમ.હેરમા અને સ્ટાફે હરમડીયા ગામે સાંગાવાડી નદીમાંથી સાગર ઉર્ફે ઘોદા બાબુ ભાલિયા અને સંજય ઉર્ફે ભૂરો હિંમતલાલ વાઘેલાને પકડી પાડી સુરત કાપોદ્રા પોલીસને આ અંગે જાણ કરી હતી. સુરત પોલીસે કોડીનાર આવી બન્ને આરોપીઓનો કબજો લઈ સુરત રવાના થઈ છે. આ પકડાયેલા બન્ને આરોપી સુરતની લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીના સાગરિતો હોવાનું અને આ આરોપીઓ ખૂન સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts