(એજન્સી) મુંબઈ,તા.૧૦
મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તીએ મદલાસા શર્મા સાથે આજે લગ્ન કર્યા હતા. મહાઅક્ષય પર રેપના આરોપો લાગેલા છે. તેના લગ્ન પહેલા સાત જુલાઈના રોજ થવાના હતા પરંતુ ભોજપુરી અભિનેત્રીએ તેમના પર રેપ, છળ અને બળજબરી પૂર્વક ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં તેમની માતા યોગીતા બાલીનું પણ નામ હતું. જેથી મહાઅક્ષયની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયાના સૂત્રો મુજબ મહાઅક્ષય અને મદાલસા સાથ જુલાઈના રોજ રજિસ્ટર લગ્ન લરી ચુક્યા છે. જોકે ટ્રેડિશનલ લગ્ન જે પોલીસને કારણે રદ થઈ ગયા હતા. તેઓને આજે પુરા કરવામાં આવ્યા હતા. તેમના લગ્ન તામિલનાડુની નિલીગીરીમાં આવેલ ઉટીના હોટેલમાં થયા હતા. શનિવારે મહાઅક્ષય અને તેની માતા યોગીતા બાલી બોમ્બે હાઇકોર્ટમાં અરજી ખારીજ થયા બાદ જામીન મેળવવા રોહિણી કોર્ટ પહોંચ્યા હતા. ત્યાં તેઓને જામીન મળી ગયા હતા.
Facebook
0
Twitter
0