(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૩
ખંભાત શહેરમાં નાના કલોદરા ચોકડી નજીક રહેતી કીશોરી આજથી છ વર્ષ પૂર્વે નાના કલોદરા ચોકડી પાસે શકિતનગર સોસાયટીમાં રહેતા દીલીપભાઈ મનુભાઈ પ્રજાપતિ સાથે સંપર્કમા આવી હતી. અને આ દલીત યુવતી સાથે દીલીપભાઈએ પ્રેમ સબંધ બાંધી દલીત યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેણીને અવાર નવાર ખંભાત અને તારાપુરની હોટલોમાં લઈ જઈ તેમજ કંસારીની ફાર્મજા કંપનીમાં યુવતી પર તેણીની સંમતી વીના બળજબરી પુર્વક દુષ્કર્મ આચરી શરીર સુખ માણી પોતાની કામ વાસના સંતોષાઈ જતા સતત છ થી સાત વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ તેણીને તુું નીચલી જાતીની છું તારી સાથે લગ્ન કરાય નહીં. તેમ કહી યુવતીને તરછોડી દઈ વીશ્વાસઘાત કરતા આ બનાવ અંગે યુવતીએ ખંભાત સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે દીલીપભાઈ મનુભાઈ પ્રજાપતિ રહે. શકિતનગર સોસાયટી, કલોદરા ચોકડી પાસે ખંભાત વીરૂદ્ધ ઈપીકો કલમ ૩૭૬, ૩૬૬, એટ્રોસીટી એકટ ૩(ર)(પ)(એ)૩ (૧)(ડબ્લ્યુ) (આઈ) મુજબ ગુનો નોંધી જેની વધુ તપાસ ખંભાતના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કોમલ વ્યાસે હાથ ધરી છે.