International

લાહોર એરપોર્ટના એરાઈવલ લોન્જમાં બેની હત્યા બાદ મુસાફરોમાં ભયનો માહોલ : અહેવાલ

(એજન્સી) લાહોર, તા.૩
બુધવારે ઉમરાહની યાત્રા કરી સઉદીથી પરત ફરેલા બે પાકિસ્તાની નાગરિકોની લાહોર વિમાની મથકે અંગત અદાવતને લઈને હત્યા કરાઈ હતી. હત્યાથી લોન્જમાં સેંકડો મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે કહ્યું કે ઉમરાહ કરી પરત ફરેલા બે પાકિસ્તાની નાગરિકોની લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ લોન્જમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. વિમાની મથકની લોન્જમાં અંગત અદાવતથી આ હત્યા કરાઈ હતી. હત્યારાઓની ઓળખ થઈ છે. તેમના નામ અરશદ અને શાન છે. બન્ને શખ્સોને સલામતી રક્ષકોએ ઝડપી લઈ કસ્ટડીમાં લીધા હતા. શકમંદો ટેક્ષીમાં આવ્યા હતા. લોન્જમાં પહોંચી જઈ તેમણે ફાયરિંગ કરી બે મુસાફરોની હત્યા કરી હતી. જેના કારણે ભારે તંગદિલી સર્જાતા પોલીસ તૈનાત કરાઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    કેમ્પસમાં અંધાધૂંધી : પેલેસ્ટીન તરફી દેખાવોતીવ્ર થતાં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારે આક્રોશ

    (એજન્સી) તા.ર૪ગત સપ્તાહે કોલંબિયા યેલ…
    Read more
    International

    અમેરિકાની અનેક યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝાસંઘર્ષ અંગે બાઇડેનના વલણ સામે વિરોધ પ્રદર્શનો

    કોલંબિયા યુનિવર્સિટીએ વ્યક્તિગત…
    Read more
    International

    સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં સામૂહિક કબરોની‘વિશ્વસનીય અને સ્વતંત્ર’ તપાસ માટે આહ્‌વાન કર્યું

    (એજન્સી) તા.૨૩સંયુક્ત રાષ્ટ્ર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.