લાહોર, તા.ર૪
પાકિસ્તાનના લાહોરના આરફા કરીમ ટૉવરની પાસેની શાકભાજી માર્કેટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૨૫ લોકોની મોત થઇ ગઇ છે, જ્યારે ૩૦થી વધારે લોકો ઘાયલ થવાના સમાચાર છે. લાહોરના ડેપ્યુટી કમિશનરે આ વાતની પુષ્ટિ કરી છે. બચાવ અને રાહતની ટીમને ઘટનાસ્થળે જવા રવાના કરવામાં આવી છે. જો કે બોમ્બ બ્લાસ્ટને આતંકી ઘટના સાથે સંબંધિત હોવાનો કોઇ સંકેત મળી રહ્યા નથી. ડ્ઢૈંય્એ કહ્યુ કે, બ્લાસ્ટના કારણે માર્કેટમાં હાજર પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સૂત્રોનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ૬ પોલીસ કર્મચારીઓ છે. આ હુમલો પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી શહબાઝ શરીફના ઘર પાસે થયો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ વિસ્તારને પોતાના કબજા હેઠળ લઇ લીધો છે. બોમ્બ સ્ક્વોડને ઘટના સ્થળે બોલવવામાં આવ્યું છે.
Facebook
0
Twitter
0