(એજન્સી) મુંબઇ, તા. ૩૧
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભાજપને મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાવ્યાના એક દિવસ બાદ જ શિવસેનાના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે ભાગીદારી અંગે મુલ્યાંકન કરી લીધું છે અને અને તેઓને સંતોષ ન હોય તો તેઓ જઇ શકે છે. ‘ઠીક લગે તો દેખો, વરના છોડ દો’ શિર્ષક સાથે તંત્રીલેખમાં કહેવાયું છે કે, જો સેનાને મુશ્કેલ ભાગીદાર તરીકે જોવાતું હોય તો ફડનવીસની ભાજપની આગેવાની સરકાર એકલા હાથે આગળ વધવા મુક્ત છે. તાજેતરમાં જ દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, શિવસેના સરકારમાં ભાગીદારી ધરાવતી હોવા છતાં તેના દરેક નિર્ણય અને નીતિઓનો વિરોધ કરી રહી છે. આ રીતે તેઓ સરકાર નહીં પરંતુ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે એવું કહી દીધું હતું કે, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ગઠબંધન અંગે નિર્ણય લઇ લે. આ દરમિયાન તેણમે શિવસેનાના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યંુ હતું કે, તેઓ એટલું વિચારીને નિવેદનો કરે કે તેઓ પાર્ટી કરતા ઉપર છે. એક ટીવી ચર્ચામાં સંજય રાઉતે તરત જ તેનો જવાબ વાળતા કહ્યું હતું કે, મોદી લહેર હવે ઓસરી ગઇ છે ઉપરાંત તેમણે ઉમેર્યું કે, દેશની નેતાગીરી માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સક્ષમ છે. રાઉતે પૂણેમાં ભાજપ પર ફરીવાર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ચલાવી રહી છે. અમે તો તેને ટેકો આપી રહ્યા છીએ. કોંગ્રેસ અને એનસીપી પર પ્રહારો કરવાને બદલે ભાજપ શિવસેનાને વખોડી રહી છે. તેથી આજથી ભાજપ અમારો મુખ્ય પ્રતિસ્પર્ધી છે. તેમણે જણાવ્યું કે, સેનાએ મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારી કરી રાખી છે અને તેઓ જીતવા માટે લડશે પછી ભાજપ સાથે હોય કે નહીં. મંગળવારના સામનામાં જણાવ્યું હતું કે, ભવિષ્યની ચૂંટણીઓમાં સાથે રહેવું કે નહીં તે ભાજપ પર નિર્ભર છે. જો શિવસેના નહીં હોય તો સરકાર ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવા તૈયાર રહે. જો શિવસેના ટેકો પરત ખેંચે તો શરદ પવારની એનસીપીનો ટેકો લેવા તૈયાર રહે અને સાથે જ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવા પણ તૈયારી રાખે તેમ ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રી ફડનવીસે સોમવારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની ધારાસભામાં શિયાળુ સત્રમાં જીત મેળવશે તો તેઓ મંત્રીમંડળમાં ફેરફાર કરશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ કોંગ્રેસ છોડી પોતાની પાર્ટી બનાવનારા નારાયણ રાણેને પોતાની ટીમમાં સામેલ કરશે.