(એજન્સી) નવી દિલ્હી, તા.૯
બુરાડી કેસનો ખુલાસો થવાના સાત દિવસ બાદ હવે પોલીસ લલિત અને તેમની પત્નીને માસ્ટરમાઈન્ડ માની રહી છે. પોલીસ આ કેસમાં જે આરોપનામું દાખલ કરશે તેમાં પણ આ બંનેને માસ્ટરમાઈન્ડ ગણાવશે. પોલીસ મુજબ લલિત અને ટીનાએ છેલ્લે આત્મહત્યા કરી. બંનેએ ૯ સભ્યોને પોતાની સામે મરતા જોયા. આટલું જ નહીં બંનેના ઘરના વડીલ નારાયણી દેવીની પણ આત્મહત્યા કરવામાં મદદ કરી.
૩૦ જૂનની રાત્રે મોતનું અનુષ્ઠાન થયું અને તેની આગલી સવારે એક પાડોશીએ જે જોયું તેનાથી દરેકના હોશ ઉડી ગયા. મોત સૌને દેખાઈ રહી હતી પરંતુ તેનું કારણ કોઈ નહોતું જાણતું અને આ અંધારામાં જ્યારે પોલીસની તપાસ શરૂ થઈ તો લલિતનો એક જુદો જ ચહેરો સૌની સામે આવી ગયો. આ જ સાત દિવસોમાં લલિત દ્વારા લખેલા તે રજિસ્ટર પણ મળ્યા. જેના દ્વારા મુશ્કેલીને ઉકેલવાની એક કળી મળી, આ જ રજિસ્ટરોએ પુરાવાઓ આપવાનું શરૂ કર્યું. વડ પૂજા, પિતાની આત્માનો આદેશ અને જિંદગી બદલી નાખનારી આ પૂજા માટે રજિસ્ટરમાં એમ પણ લખ્યું હતું કે, વડ તપસ્યામાં ગભરાતા નહીં, ભલે ધરતી કે આકાશ હલે, આ ભ્રમ પેદા કરે છે, આ તપસ્યા માટે પણ એકબીજાની મદદ કરી શકે છે. ગભરાટ હોય તો ના હોવો જોઈએ. કાનમાં રૂનો મોટો ટુકડો નાંખો.
બુરાડી કેસમાં પોલીસ પાસે કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે મર્યાદિત પુરાવા છે, તેની સામે અત્યારસુધીમાં એવો કોઈ શખ્સ નથી આવ્યો, જે એ જણાવી શકે કે આ પરિવાર કેવી રીતે પૂજા કરતો હતો. નક્કર પુરાવાઓ એકત્ર કરવા માટે હજુ પણ તપાસની પ્રક્રિયા ત્યાંની ત્યાં જ છે. જ્યાં ગત રવિવારે હતી. પોલીસે એક જુલાઈથી આઠ જુલાઈની વચ્ચે જે ચીજવસ્તુઓ જપ્ત કરી છે, તેનાથી રહસ્ય ઉકેલવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસના હાથમાં એવા દસ પુરાવાઓ આવ્યા છે, જેની તપાસે સામૂહિક આત્મહત્યાના હેતુને સામે લાવી દીધો છે. આ ૧૦ પુરાવાઓ આ પ્રમાણે છે : ૧. રજિસ્ટર ર. સ્ટૂલ ૩. તાર ૪. ડોક્ટર ટેપ પ. પૂજાવાળી ચૂંદડીઓ ૬. પૂજાની થાળી ૭. હવન સામગ્રી ૮. સીસીટીવી ૯. મોબાઈલ ૧૦. પાઈપ.
આ ૧૦ પુરાવાઓએ ગલી નંબર ૪એના આ ઘરમાં ચાલી રહેલા રહસ્ય અને માયાજાળને સંપૂર્ણપણે તોડી નાખ્યા, આ પુરાવાઓથી સામૂહિક આત્મહત્યાના માસ્ટરમાઇન્ડનો ખુલાસો થયો અને મોતના અનુષ્ઠાનની પ્રક્રિયા સામે આવી.