ભાદર-ર ના નીરને દૂષિત કરનાર સામે પગલાં ન ભરાતાં ધારાસભ્ય વસોયાની જળસમાધિની ચીમકી

(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા. ર
ધોરાજી પાસેના ભાદર-ર ડેમનું પાણી દૂષિત કરનાર કારખાનેદારો સામે તંત્ર દ્વારા પગલાં ન લેવાતાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્યે ૧૧મીએ ટેકેદારો સાથે જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.
ધારાસભ્ય વસોયાએ રાજકોટ જિલ્લા કલેક્ટરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, ધોરાજી પાસે આવેલ ભાદર-ર ડેમમાં જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટીંગના કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. જેના કારણે ભાદર-ર ડેમનું પાણી ઝેરીલું બની ગયું છે. આ ડેમના પાણીને ઝેરીલું બનાવનાર તત્ત્વો સામે યોગ્ય તપાસ કરી તા. ૧/૮/૧૮ સુધીમાં પગલા લેવામાં નહીં આવે તો મારે ના છૂટકે જળસમાધિ લેવી પડશે. જે અંગેનો પત્ર ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ તા. રપ/૭/૧૮ના રોજ ફેક્સ તેમજ ઈ-મેલ મારફતે મોકલ્યો હતો. જેનો તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર પણ મળેલ નથી.
આ મામલે જવાબદાર લોકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં આગામી તા. ૧૧/૮/૧૮ને શનિવારના રોજ મારા મત વિસ્તારના પીડિતોને સાથે રાખી ભુખી ગામે ભાદરનદીમાં જળસમાધિ લઈશ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks