(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ લાલુ પ્રસાદ યાદવ સાથે કરાયેલ વર્તનને અમાનવીય ગણાવી મોદી સરકારની આલોચના કરી હતી. એમણે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ સાથે એઆઈઆઈએમએસ ખાતે કરાયેલ વર્તન ખૂબ જ દુઃખદ છે. જેની બધા આલોચના કરી રહ્યા છે. છેવટે લાલુ પ્રસાદ અમારા જૂના મિત્ર છે અને રાષ્ટ્રીય રાજકારણ સાથે વર્ષોથી જોડાયેલા છે. આ બદલાની રાજનીતિનો સમય છે પણ લાલુ પ્રસાદને સારી સારવાર આપવી જોઈએ. જે એઆઈઆઈએમએસ અથવા જ્યાં લાલુ પ્રસાદ ઈચ્છે ત્યાં આપવી જોઈએ. એમને એમની મરજી વિના હોસ્પિટલમાંથી રજા નહીં આપવી જોઈએ અથવા અન્ય હોસ્પિટલમાં નહીં ખસેડવું જોઈએ. એ ઘણી બધી બીમારીઓથી પીડાય છે જેની સારવાર બધે ઉપલબ્ધ નથી. સિંહાએ કહ્યું કે બીમાર લાલુ યાદવને રાંચીથી દિલ્હી વિમાન માર્ગે લઈ જવું જોઈતું હતું. એમને કયા કારણે ૧૪ કલાકની લાંબી ટ્રેનની મુસાફરી કરવા દબાણ કરાયું શું. માવનતાના ધોરણે પણ એમને વિમાનમાં નહીં લઈ જઈ શકાય. ૩૦મી એપ્રિલે રાહુલ ગાંધી જ્યારે લાલુને મળવા એઆઈઆઈએમએસ પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછી પાછા ગયા હતા એના કલાકોમાં જ લાલુ પ્રસાદને એઆઈઆઈએમએસમાંથી રજા આપવાનું નિર્ણય કરવામાં આવ્યું હતું.