લાલુની રેલીમાં તેજસ્વી પર નજર હતી પરંતુ તેજપ્રતાપ મેદાન મારી ગયા

(એજન્સી) પટના, તા.ર૮
બિહારના પટના મેદાનમાં રવિવારે આરજેડી પ્રમુખ અખિલેશ યાદવ, પૂર્વ જેડીયુ પ્રમુખ શરદ યાદવ, પ.બંગાળના સીએમ મમતા બેનરજી, કોંગ્રેસના ગુલામનબી આઝાદ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ રેલીમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન દરેકની નજર પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર હતી. લાલુ યાદવે મંચ પર સ્પષ્ટપણે કહ્યું કે નીતિશકુમાર તેજસ્વી યાદવની ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. આમ તો અત્યાર સુધીમાં દરેક સ્થળ પર હંમેશા તેજસ્વી યાદવ જ જોવા મળતાં હતા. લાલુએ મોટા પુત્રને છોડીને નાના પુત્ર તેજસ્વીને ઉપમુખ્યમંત્રી બનાવ્યા પરંતુ રવિવારે રેલીમાં તેજપ્રતાપે આપેલા ભાષણથી તેઓ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા. તેમના ભાષણની ક્લિપો પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. તેજપ્રતાપે પોતાનું સંપૂર્ણ ભાષણ લાલુ યાદવના અંદાજમાં આપ્યું. તેજપ્રતાપે પોતાના ભાષણમાં બીજેપી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હું ત્યાં સુધી ઊંઘીશ નહીં, શ્વાસ પણ નહીં લઉં કે જ્યાં સુધી હું બીજેપીના શાસનને સમાપ્ત ના કરી દઉં. તેજપ્રતાપે પોતાના ભાષણ દરમિયાન શંખનાદ પણ કર્યો અને કહ્યું કે, અસલી લડાઈની શરૂઆત શંખનાદથી થાય છે. તેજપ્રતાપે કહ્યું કે તેજસ્વી મારો અર્જુન છે. મહાભારતમાં પણ શ્રીકૃષ્ણ અને અર્જુને સાથે મળીને શંખનાદ કર્યો હતો. સતત લાલુ યાદવના અંદાજમાં ભાષણ આપી રહેલા તેજપ્રતાપે કહ્યું કે પપ્પાને એવું લાગી રહ્યું હશે કે મેં તેમના ભાષણની ચોરી કરી લીધી છે. હું તેમના અંદાજમાં બોલી રહ્યો છું. પરંતુ હું બોલીશ જ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks