લંપટ ડૉકટરના ક્લિનીકમાંથી નશીલા ઈન્જેકશનો-ગર્ભ નિરોધક દવાઓનો જથ્થો પકડાયો

વડોદરા, તા.૧૧
શહેર નજીકનાં અનગઢ ગામે બનેલા ચકચારી ડોકટર સેકસ રેકેટ પ્રકરણમાં રવિવારે નંદેશરી પોલીસ મથકમાં ડોકટરનાં હવસનો ભોગ બનનાર એક મહિલાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા પોલીસે ડોકટર અને તેના કમ્પાઉન્ડર સામે ગુનો નોંધી રવિવારે મોડી સાંજે કમ્પાઉન્ડરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.આજે પોલીસે આ બનાવમાં પોતાની ક્લિનીકમાં જ કામલીલાનો વિડીયો બનાવી મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારનાર ડોકટરનાં ક્લિનીકમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ક્લિનીકમાંથી પોલીસને નશીલા ઇન્જેકશન અને ગર્ભ નિરોધક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ડોકટર હજુ પોલીસની પકડથી દુર છે. ગામનાં કેટલાક લોકોને કામલીલાનો વિડીયો બતાવી ડોકટર પ્રતિક જોષી બ્લેકમેલ કરતાં હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, ૧૩૫ જેટલી સેકસની ક્લિપીંગ ઉતારી હતી. પોલીસે તેની પાસેની પેનડ્રાઇવમાંથી ૨૫ અશ્લીલ ક્લિપીંગ કબ્જે કરી છે. કેટલીક કિલપીંગ તેના મોબાઇલમાં ડિલીટ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.
શહેર નજીકનાં અનગઢ ગામે રહેતી મહિલાએ નંદેશરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પહેલા હાથ-પગ- માથુ દુઃખતું હોઇ, ગામનાં ભાગોળમાં આવેલ ક્રિષ્ણા ક્લિનીકમાં ડોકટર પ્રતિક જોષીની સારવાર કરાવવા માટે ગઇ હતી. તે વખતે ડોકટરે મને તપાસીને સારવાર કરી હતી. તેને દવાની ગોળી આપી હતી. તે ગોળી ખાતા જ બેશુદ્ધ થઇ ગઇ હતી. મને ક્લિનીકનાં અંદરના રૂમમાં પલંગ પર સુવડાવી હતી. બેશુદ્ધ અવસ્થામાં ડોકટરે દુષ્કર્મ આચર્યુ હતું. જેની કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે મોબાઇલથી શુટીંગ કર્યું હતું. હું ભાનમાં આવતા ઘરે ગઇ હતી. બે-ત્રણ દિવસ બાદ ફરીથી ડોકટરને ત્યાં દવા લેવા માટે ગઇ હતી ત્યારે દવા ખાનામાં ડોકટર તથા કમ્પાઉન્ડર બંને હાજર હતા. કમ્પાઉન્ડરે તેના મોબાઇલ ફોનમાં વિડીયો કિલીપ બતાવી હતી. જે દવાખાનાના રૂમમાં મારી સાથે ડોકટરે દુષ્કર્મ કરતું હોવાની ક્લિપ હતી. આ ક્લિપના આધારે ધમકી આપી ડોકટર પ્રતિકે મારી સાથે સાતથી આઠ વખત દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આ ફરિયાદને આધારે ડોકટર પ્રતિક તથા કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. અને રવિવારે સાંજે દિલીપ ગોહિલની ધરપકડ કરી હતી.
આજે લપંટ ડોકટર પ્રતિક જોષીની અનગઢ ગામમાં આવેલ ક્લિનીકમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસે ક્લિનીકમાંથી નશીલા ઇન્જેકશન અને ગર્ભ નિરોધક દવાઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત અનગઢ ગામનાં કેટલાક લોકોને કામલીલાનો વિડીયો બતાવી ડોકટર પ્રતિક જોષીને બ્લેકમેલ કરતાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગામનાં ઉપસરપંચની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે ગામનાં પાંચ લોકોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરનાં ગોત્રી રોડ પર આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતાં બી.એચ.એમ.એસ. ડોકટર પ્રતિક જોષી અનગઢ ગામમાં પ્રેકટીસ કરતો હતો. આ ડોકટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો. અને બાદમાં તેઓની સાથે પોતાની ક્લિનીકમાં સેક્સલીલા માણતો હતો. આ ડોકટરે અનગઢ ગામની ૪૦ જેટલી મહિલા દર્દીઓ સાથે સેકસલીલા માણી હોવાની વાત બહાર આવી છે. જેમાંથી ૭ થી ૧૦ જેટલી મહિલા દર્દીઓ સાથેનાં ૨૫ વિડીયોે વાયરલ થયા છે.

ડૉકટર પાસે સારવાર લેવા ગયેલ મહિલાઓને શંકાની નજરે જોતા ગ્રામજનો

વડોદરા, તા.૧૧
હવસખોર ડોકટરે ૪૦ જેટલી મહિલા દર્દીઓ સાથે આચરેલા સેકસકાંડનાં ચકચારભર્યા બનાવને પગલે ડોકટર પાસે સારવાર લેવા ગયેલ મહિલાઓને પણ ગામજનો શંકાની નજરે જોઇ રહ્યાં છે. આ મહિલાઓની વાતો પણ ગામમાં ચર્ચાઇ રહી છે. મહિલા દર્દીઓને નશીલા ઇન્જેકશન આપી હવસનો ભોગ બનાવનાર તબીબ પાસે સારવાર લેવા આવતી ગામની તમામ મહિલાઓ સામે હવે લોકો શંકાથી જોઇ રહ્યાં છે. તબીબે કેટલીક મહિલાઓ સાથે જ પોતાની હવસ સંતોષી હોવા છતાં અને ૭ થી ૧૦ જેટલી મહિલાઓનાં જ વિડીયો ક્લિીપીંગ બનાવી હોવા છતાં અનગઢ ગામ તથા તેની આજુબાજુનાં ગામની મહિલાઓ કે જે આ તબીબ પાસે અવારનવાર સારવાર માટે આવતી હતી. તેવી મહિલાઓની ગામમાં વાતો થતી હોવાથી આવી મહિલાઓને ઘરમાંથી બહાર નિકળવું ભારે થઇ પડ્યું છે. હવસખોર ડોકટરનાં આ દુષ્કર્મને પગલે તેની પાસે સારવાર લેવા ગયેલ નિર્દોષ મહિલાઓ ઉપર પણ લોકો શંકા સેવી રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks