અમરેલી, તા. ર૩
રાજકોટ જેલમાં સજા કાપતો આરોપી ધવલ ત્રિવેદી નામનો શખ્સ અગાઉ ૬ યુવતી ભગાડી જવાના કેસમાં સજા કાપી રહ્યો છે. ત્યારે તે આરોપી પેરોલ ઉપર છૂટયા બાદ ચોટીલામાંથી રઘુવંશી સમાજની ૧૯ વર્ષની યુવતીને ભગાડી લઇ જતા સમસ્તર રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ બનાવથી વડિયાના રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળેલ અને વડિયાની મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક આ શખ્સને પકડી પાડી તેની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું, વડિયાના રઘુવંશી સમાજે કહેલ હતું કે, આ યુવતીના માતા-પિતા ખૂબ જ ચિંતિત છે અને તેની સાથે સમસ્ત રઘુવંશી સમાજ પણ છે.
વડિયા લોહાણા સમાજ પ્રમુખ રમેશભાઈ બરછા તેમજ જ્ઞાતિના યુવા મિત્રો તુસાર ભાઈ ગણાત્રા રાજુભાઇ બરછા ચંદ્રેશ રોસનિયા નિલેશ સાદરાણી તેમજ યુવાનો આક્રોશ સાથે આવેદન આપવા માટે જોડાયા હતા.
Facebook
0
Twitter
0