(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦
પત્રકાર ગૌરી લંકેશની હત્યાની તપાસમાં હિંદુત્વ જૂથ સનાતન સંસ્થા અને તેમના સહયોગી હિન્દુ જાગરણ સમિતિથી જોડાયેલ હોવાની વાત સામે આવી છે. તાજેતરના દિવસોમાં આ મામલે બંને સંસ્થાઓથી જોડાયેલા છની ધરપકડ કરાઇ છે. મામલાની તપાસ કરી રહેલ કર્ણાટક પોલીસની એક એસઆઈટીએ નોંધ્યું કે, આરોપી શૂટર પરશુરામ વાઘમારેને જુલાઈ ૨૦૧૭ બેંગ્લોર બોલાવવામાં આવ્યો હતો. હત્યાના મુખ્ય યોજનાકર્તા, અમોલ કાલે (હિન્દુ જાગરણ સમિતિના પૂર્વ સંયોજક)એ તેને શહેરની બહારના વિસ્તારમાં એક અજાણ્યા ઘરમાં રોકાવવામાં આવ્યો હતો. અને વાઘમરેને જે ઘરમાં રાખવામાં આવ્યો હતો એ સનાતન સંસ્થાથી જોડાયેલ વ્યક્તિએ ભાડે આપ્યું હતું. આ વ્યક્તિએ કેટલાક દિવસો માટે જે મિત્રોને ઘર આપ્યું તે આ કેસમાં મુખ્ય સંદિગ્ધ હતા. લંકેશના ઘરેથી ૨૦ કિલોમીટર દૂર સ્થિત ઘરમાં વાઘમારે અને કાલે પોતાનો બેઝ બનાવી રાખ્યો હતો. એસ.આઈ.ટી અનુસાર અહીંયાં રહીને તેઓ પત્રકારના ઘરનો સર્વે કરતા હતા. અને તેમની હત્યાની યોજના બનાવી હતી. ઘરને મૂળરૂપથી બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સુરેશકુમારે જૂન ૨૦૧૭ની આસપાસ ભાડે આપ્યું હતું. પણ એસ.આઈ.ટી અનુસાર જુલાઈ ૨૦૧૭માં અહીંયાના નિવાસી જતા રહ્યા અને સંદિગ્ધ ત્યાં રહેતા હતા. એસઆઇટીને આ ઘરની જાણકારી કાલે અને સુજીત કુમાર ઉર્ફ પ્રવિણ (હિન્દુ જાગરણ સમિતિ કર્ણાટકના પૂર્વ કાર્યકર્તા)ની ડાયરીઓમાંથી મળી. બંનેની મેમાં ધરપકડ કરવામાં આવી હતી. એસઆઇટીને માલુમ પડ્યું કે, સુરેશએ સુજીતના કેહવા પર ફ્રેન્ડશિપમાં પોતાનું ઘર ભાડા પર આપ્યું હતું. એસઆઇટીએ સુરેશને પૂછ્યું તો તેને કબલ્યુ કે, દસ દિવસો માટે તેનો પરિવાર બહાર હતો. તો તેણે મિત્રોને ઘર ભાડા પર આપ્યું હતું. જોકે તેણે કહ્યું કે, તે હત્યાના ષડયંત્રમાં સીધો નહતો જોડાયો. સુરેશાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નિવેદન આપ્યું કે, તેણે પોતાના ઘરમાં ઘણા સંદિગ્ધોને રાખ્યા કારણ કે, તેના મિત્ર સુજીતે તેમ કરવા કહ્યું હતું. એસઆઈટીના એક અધિકારીએ કહ્યું કે, અમે તેને એક સાક્ષીના રૂપમાં જોઈ રહ્યા છીએ અને હત્યામાં તેની ભૂમિકા હોવાના પુરાવા મળે છે તો તેના પર પુનવિચાર કરશે.