International

લાપતા ૩૯ ભારતીયોનો પત્તો મેળવવા માટે સર્ચ ઓપરેશન જારી : ઈરાક

(એજન્સી) તા.ર૩
રવિવારે ભારતમાં આવેલ ઈરાકના રાજદૂત ભવને માહિતી આપી હતી કે જેને ર૦૧૪માં આઈએસઆઈએસ દ્વારા જેલમાં લઈ જવામાં આવ્યા હતા, તે ૩૯ ભારતીયો લાપતા છે તેમને શોધવા માટે સર્ચઓપરેશન જારી છે. તેમને શોધવા માટે ઈરાકી અને ભારતીય અધિકારીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ભારતની સરકારે ઉચ્ચ કક્ષાનું વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ ઈરાક મોકલ્યું છે. જો કે ભારત ખાતેના ઈરાકી રાજદૂત ફખરી અલ-ઈસ્સાએ કહ્યું કે રાજદૂતભવનને લાપતા ૩૯ ભારતીય નાગરિકો વિશે કોઈ જાણકારી નથી. હું કંઈ કહેવા માગતો નથી. મારી પાસે માહિતી નથી. ઘણી વખત કોઈ સમાચાર ન મળે એ સારા સમાચાર ગણાય છે. તેઓ કદાચ બદુષની જેલમાં હોઈ શકે છે તેમ ઈસ્સાએ જણાવ્યું હતું. રાજ્યના વિદેશમંત્રી એમ.જે. અકબર અને વી.કે.સિંહ સાથે સુષ્મા સ્વરાજે ર૦૧૪થી ઈરાકમાં લાપતા છે તે ૩૯ ભારતીયોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સુષમાએ આશ્વાસન આપ્યું હતું કે બદુષમાં યુદ્ધની સ્થિતિનો અંત આવતાની સાથે અમે લાપતા નાગરિકોને શોધી શકીશું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    કેમ્પસમાં અંધાધૂંધી : પેલેસ્ટીન તરફી દેખાવોતીવ્ર થતાં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારે આક્રોશ

    (એજન્સી) તા.ર૪ગત સપ્તાહે કોલંબિયા યેલ…
    Read more
    International

    અમેરિકાની અનેક યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝાસંઘર્ષ અંગે બાઇડેનના વલણ સામે વિરોધ પ્રદર્શનો

    કોલંબિયા યુનિવર્સિટીએ વ્યક્તિગત…
    Read more
    International

    સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં સામૂહિક કબરોની‘વિશ્વસનીય અને સ્વતંત્ર’ તપાસ માટે આહ્‌વાન કર્યું

    (એજન્સી) તા.૨૩સંયુક્ત રાષ્ટ્ર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.