(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
ઉત્રાણમાં આવેલા ઓપેરા સિટીની સામે રેલ્વે ટ્રેક નજીક આવેલા ઝાડી ઝાંખરામ પાણીમાંથી એક અજાણ્યા યુવકની (ઉ.વ. ૩૦-૩૫) કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે ખબર પડતા અમરોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગઇ હતી. વધુમાં પોલીસે લાશ ત્રણથી ચાર દિવસ પહેલાની હોવાનું અનુમાન લગાવ્યું હતું.મૃતખ યુવકે લીલા રંગનો શર્ટ અને બ્લ્યુ ગંરનો પેન્ટ પહેંર્યું હતું, તથા તેના ગળા અને જમણા હાથમાં કાળા રંગનો દોરો પહેરેલો હતો. મૃતકની હજુ ઓળખ થઇ નથી. તેની હત્યા થઇ છે કે, અકસ્માતે મોત થયું છે.
Facebook
0
Twitter
0