National

મોદી સરકારની છેલ્લી કેબિનેટ બેઠક

નવી દિલ્હી,તા.૭
મોદી સરકારના કાર્યકાળની આજે છેલ્લી કેબિનેટ મીટિંગ વડાપ્રધાનના ઘરે મળી હતી. આ બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. એનડીએ સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં ૨૦૦ પોઈન્ટ રોસ્ટર પર અધ્યાદેશને મંજૂરી મળી ગઈ છે. મોદી સરકારની છેલ્લી કેબિનેટ મીટિંગને બ્રીફ કરવા માટે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ મીડિયાની સામે આવ્યા હતા. મીડિયા બ્રીફિંગમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, હવે પૂર્વ સૈનિકોની હેલ્થ સુરક્ષાની મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુગર સેક્ટર માટે પણ સરકારે શુગર મિલ્સને વધારાના ફંડની સુવિધા આપી છે. આ ઉપરાંત સરકારે અનામત મામલે પણ એસસી-એસટીની ફેવરમાં નિર્ણય લીધો હતો.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે દલિત-આદિવાસી અને ઓબીસીને પણ મનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે થયેલી કેબિનેટ બેઠકમાં ૧૩ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમની જગ્યાએ અનામતના જૂના ૨૦૦ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવા માટે અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. જીઝ્ર/જી્‌ર્-ંમ્ઝ્રને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં જૂની સિસ્ટમ પ્રમાણે અનામતને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ ૫૦ નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાને પણ કેબિનેટ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં આર્થિક મામલે કેન્દ્રીય સમિતિના પશ્ચિમ બંગાળના નારાયણગઢ અને ઓરિસાના ભદ્રક વચ્ચે ત્રીજી રેલવે લાઈનના નિર્માણને મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રીએ એવુ પણ કહ્યું છે કે, દિલ્હીમાં જે અનધિકૃત કોલોની છે તેના માટે દિલ્હીના ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી વિચાર કરશે કે જ્યાં લોકોના મકાન છે ત્યાં લોકોને જમીનનો માલીકી હક કેવી રીતે આપવો. કારણકે આ જગ્યાએ ઘણી મોટી સંખ્યામાં લોકો રહે છે.
અરુણ જેટલીએ કહ્યું કે, દેશના ઘણાં રાજ્યો પાસે એર સ્ટ્રિપ્સ છે પરંતુ એરપોર્ટ નથી. ઘણી જગ્યાએ સિવિલ એન્ક્‌લેવ છે, હેલિપેડ છે તેનું વિસ્તરણ કરવામાં આવશે. તેમાં રૂ. સાડાચાર કરોડનો ખર્ચ આવશે. તે કામ માટે વર્ષ ૨૦૨૦ સુધીની સીમા મર્યાદા વધારવામાં આવી છે. તે સિવાય ઉર્જા સેક્ટરની દિશામાં પણ કામ માટે પણ જે પોલિસી બનાવવાની હતી તે બનાવી દેવામાં આવી છે.

આ પ્રોજેક્ટોને પણ મળી કેબિનેટની મંજૂરી

– કેબિનેટે ખોટમાં ચાલતા થર્મલ પાવર પ્રોજેક્ટને પણ રાહત આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓના સમૂહની ભલામણને મંજૂરી આપવામાં આવી.
– હાઈડ્રો પાવર સેક્ટરને રિન્યૂએબલ એનર્જીનો દરજ્જો આપવામાં આવ્યો. હવે ગ્રીન એનર્જી પ્રોજેક્ટમાં મળતાં ફંડનો ઉપયોગ હાઈડ્રો પાવર કંપની કરી શકશે.
– ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડમાં NHPCને રોકાણની મંજૂરી
– સિક્કિમમાં ૫૦૦મેગાવોટના Lanco તીસ્તા હાઈડ્રો પ્રોજેક્ટને અધીગ્રહણની મંજૂરી
– બિહારના બક્સરમાં ૬૬૦ મેગાવોટના ત્રણ થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી
– ઉત્તર પ્રદેશના ખુરજામાં સુપર થર્મલ પાવર પ્લાન્ટ (૧૩૨૦ મેગાવોટ) શરૂ કરવા માટે રોકાણને મંજૂરી
– મધ્ય પ્રગેશમાં અમેનિયા કોલ માઈન્સમાં કામ શરૂ કરવા માટે રોકાણને મંજૂરી
– દિલ્હી મેટ્રો પ્રોજેક્ટ ફેઝ ૪ને મંજૂરી, ફેઝ ૪ અંતર્ગત દિલ્હીના એરોસિટીથી તુગલકાબાદ, આરકે આશ્રમથી જનકપુરી પશ્ચિમ, મુકુંદપુરથી મૌજપુર સુધી મેટ્રો લાઈન મંજૂર કરવામાં આવી છે.
– શુગર સેક્ટર માટે પણ સરકારે શુગર મિલ્સને વધારાના રૂ. ૩૨૭૯૦ કરોડના ફંડની સુવિધા આપી

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

એજન્સી) તા.૧૦ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.