સુરત, તા.૫
ઇચ્છાપોરમાં એક ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. વિદ્યાર્થીએ મૃત્યુ પહેલાં સોશિયલ મીડિયા પર પોતાની જ એક તસવીર મૂકી ‘લાસ્ટ પિક’ હોવાનું કહીં આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે.
ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે, અનિલ મૂળ બિહારનો રહેવાસી હતો અને ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. એક ભાઈ અને માતા-પિતા સાથે રહેતો અનિલ ઘર નજીકની લોગસ મિશન હાઈસ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. અનિલે ગળેફાંસો ખાતા પહેલાં બંને હાથ પર બ્લેડના અનેક ઘા પણ માર્યા છે.સ્થાનિક મિત્રોએ જણાવ્યું હતું કે, અનિલ અભ્યાસની સાથે સાથે એક પ્રામાણિક અને સીધો સાદો હતો. તમામ મિત્રોના પરિવારમાં તેનું માન સન્માન હતું. સ્કૂલમાં અભ્યાસ કરતી એક સાથી વિદ્યાર્થિની સાથે તેને પ્રેમ થઇ ગયો હતો. અનિલ વોટ્સઅપના માધ્યમથી પ્રેમિકા સાથે ચેટ પણ કરતો હતો. જોકે, પ્રેમિકા સાથે થયેલા ઝઘડા બાદ તેણે તમામ મેસેજ ડીલીટ કરી દીધા હતા. અને ફેસબૂક પર આ મારી લાસ્ટ પિક હોવાના ઉલ્લેખ સાથેનો એક ફોટો અપલોડ કરી તેણે આવુ પગલું ભર્યું હોય એમ કહીં શકાય છે.