ડેટા પ્રાઈવસીની ચિંતાઓને ધ્યાનમાં લઈ સરકારે ભારતમાં વોટ્‌સએપના નવા પેમેન્ટ ફિચરને લોન્ચ થતાં અટકાવી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
વોટ્‌સએપ ઘણા સમય પહેલાં ભારતમાં પોતાની પેમેન્ટ સર્વિસ ટેસ્ટીંગ કરી ચૂકયો છે. ટેસ્ટીંગ થઈ ગયા છતાં પણ આ સર્વિસને હજી સુધી લોન્ચ કરવામાં આવી નથી. વોટ્‌સએપની આ સર્વિસને લઈ સરકાર હજી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. સરકાર જાણવા ઈચ્છે છે કે, કંપની યુઝર્સના ડેટાને કંઈ રીતે સ્ટોર કરશે અને કંઈ રીતે તેનો ઉપયોગ કરશે ? તેના માટે ઈલેકટ્રોનિકલ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીએ વોટ્‌સએપ અને તેમના પાર્ટનર બેંકોથી વધુ જાણકારી માંગી છે. સરકારના આ પગલાંથી વોટ્‌સએપમાં પેમેન્ટ ફિચરની લોન્ચિંગમાં વિલંબ થઈ શકે છે. શરૂમાં આ ફિચર જૂનના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થવાનો હતો પરંતુ હવે આ ફિચરને આપવામાં વિલંબ થઈ શકે છે. એનપીસીઆઈએ કહ્યું કે તેઓ આ સુનિશ્ચિત કરશે કે વોટ્‌સએપાનું પેમેન્ટ ફિચર યુપીઆઈ ટ્રાન્જેકશનની ગાઈડલાઈનને સારી રીતે ફોલો કરે છે કે નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks